TMKOC: ટૂંકા કપડાંમાં દિશા વાકાણીનો VIDEO થયો વાયરલ, ફેન્સે કહ્યું, 'ટપુ કે પાપા...'

દયા ભાભીનો જુનો વીડિયો થયો વાયરલ

Taarak Mehta Ka Ooltah Chashmah:દિશા વાકાણીએ 2018 માં એક બાળકીની માતા બની અને તેણે એ પહેલાંથી જ શોને અલવિદા કહી દીધો હતો. તેણે 24 નવેમ્બર, 2015 નાં મુંબઇમાં રહેતાં અને CA મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતાં.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીની દુનિયાનાં સૌથી લોકપ્રીય શો લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી દિશા વાકાણી (Disha Vakani)નો જુનો વીડિયો હાલમાં વાયરલ થયો છે., સુપરહિટ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી (Taarak Mehta Ka Ooltah Chashmah:) દયાબેનથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી દિશા વાકાણીનાં કારિયરની શરૂઆત ઘણી પહેલાં થઇ ગઇ હતી. તેણે તારક મેહતા..માં કામ કરતાં પહેલાં અનેક ગુજરાતી સ્ટેજ નાટક, હિન્દી અને મરાઠી ફિલ્મો અને ગીતો કર્યા છે. જે બાદ તેને વર્ષ 2009માં તારક મેહતા કા ઉલટા ચશમા શો કર્યો.

    આ પણ વાંચો- Raksha Bandhan 2021: બોલિવૂડ સેલિબ્રિટીઝે ભાઇ-બહેનને આ રીતે પાઠવ્યાં વધામણાં

    હાલમાં દિશાનો એક જૂનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે જેમાં તે એક ગ્લેમરસ અવતારમાં જોઈ શકાય છે, જેમાં તે મરાઠી ગીત પર ડાન્સ કરતી નજર આવે છે. ભીંગરી ગા ભિંગરી નામના ગીત પર દિશાનો ડાન્સ જોઇને હાલમાં 'દયા ભાભી'ની ફેન ફોલોઇંગ આશ્ચર્યમાં છે. હોલ્ટર-નેક ટોપ અને શોર્ટ શિમરી સ્કર્ટમાં દિશા ઘણી જ બોલ્ડ લાગે છે. આ રિવિલિંગ ડ્રેસમાં દયા ભાભીને નાંચતા જોઇને સૌ કોઇ ચૌંકી ગયા છે.



    કેટલાકએ "ટપુ, જેઠા અને બાપુજીને દયાનું આ રુપ જોઇને આચકો લાગશે... " એવી કમેન્ટ કરી છે તો એકે લખ્યું છે, "જ્યારે જીઠાલાલ શહેર પર ન હોય." તો અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ટપુ કે પાપા... દેખો.. તો અન્ય એક યૂઝરે દિશાનાં આ વીડિયો પર લખ્યું છે કે, આ તેનાં શરૂઆતનાં સંઘર્ષનાં દિવસોનો વીડિયો છે.

    આ પણ વાંચો-10 વર્ષમાં 1 લાખના થયા 41 લાખ, આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને આપ્યું 4000 ટકા રિટર્ન

    વેલ બીજી તરફ ફેન્સ દિશાને 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' શોમાં ખુબજ મીસ કરે છે. તેની ગેરહાજરી અંગે ઘણી વખત એવી વાતો થાય છે કે, તે શોમાં પરત ફરશે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી કે તે ક્યારે શોમાં પરત આવશે. પણ ફેન્સ તેનાં પાછા આવવાની રાહ જોઇ રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: