Home /News /entertainment /Video: 'તારક મહેતા' છોડ્યાના 5 વર્ષ બાદ 'દયાબેન' એટલી બદલાઈ ગઇ કે ઓળખી પણ નહીં શકો, પહેલીવાર જોવા મળી દીકરાની ઝલક

Video: 'તારક મહેતા' છોડ્યાના 5 વર્ષ બાદ 'દયાબેન' એટલી બદલાઈ ગઇ કે ઓળખી પણ નહીં શકો, પહેલીવાર જોવા મળી દીકરાની ઝલક

દિશા વકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગભગ 5 વર્ષથી જોવા મળી નથી.

આ દરમિયાન દિશા વકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.

    ટીવીનો સૌથી જાણીતો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. આ શોની TRPમાં થોડો ઘટાડો થયો હતો, જે બાદ મેકર્સે આ શોને ફરી એકવાર હિટ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ શોમાં નવા ટપુની એન્ટ્રી બાદ હવે તેની ગર્લફ્રેન્ડ આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે, અનેક બદલાવ પછી પણ દિશા વકાણી એટલે કે દયાબેનને લોકો ખૂબ યાદ કરે છે.

    દિશા વકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગભગ 5 વર્ષથી જોવા મળી નથી. પરંતુ ફેન્સ હજુ પણ તેને ભૂલ્યા નથી. દિશાએ આ શોમાં પોતાની અનોખી સ્ટાઇલ અને સેન્સ ઓફ હ્યુમરથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. જો કે શો છોડ્યા બાદ તેણે પાપારાઝીથી પણ પોતાની જાતને પૂરી રીતે દૂર કરી લીધી છે. અભિનેત્રી આ દિવસોમાં પોતાનો તમામ સમય પરિવારને આપી રહી છે.

    આ પણ વાંચો :  મૌનીએ ફ્લોન્ટ કરી કાતિલ અદા, ન્યૂડ સાડીમાં જોતા રહી જશો કર્વી ફિગર!

    આ દરમિયાન દિશા વકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.




    આ વાયરલ ક્લિપ મહાશિવરાત્રિ તહેવારની છે. જેમાં દિશા પોતાના પતિ મયુર સાથે શિવલિંગની પૂજા કરતી જોવા મળી રહી છે. આ સાથે જ દિશા વકાણીના દીકરાની પહેલી ઝલક પણ આ વિડીયોમાં જોવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળમાં જોવા મળે છે. કોઈ મેકઅપ કર્યો નથી અને થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.

    આ પણ વાંચો :  કન્ફર્મ! મલાઈકા અરોરા-અર્જૂન કપૂર રિલેશનને આપશે નામ, અહીં થશે સગાઈની વિધિ

    આ વિડીયો જોયા બાદ ફેન્સ ફરી એકવાર એક્ટ્રેસને તારક મહેતામાં પરત ફરવાનું કહેતા જોવા મળ્યા હતા. આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, 'મેમ પ્લીઝ TMKOCમાં પાછા આવી જાવ. અન્ય યુઝરે પણ આવી વિનંતી કરી હતી.


    મેકર્સનું શું કહેવું છે?


    તાજેતરમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન દિશા વકાણીના શોમાં પરત ફરવાના સવાલનો જવાબ આપતા શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે, જો દિશા પાછી આવવા માંગે છે, તો આનાથી વધુ સારું કંઈ નથી, પરંતુ અત્યારે તે તેના પારિવારિક જીવનને મહત્વ આપી રહી છે. અમે ટપુને પાછા લાવ્યા છીએ, તેથી દયાબેન પણ ટૂંક સમયમાં પાછાં આવશે. થોડીવાર રાહ જુઓ.
    First published:

    Tags: Daya bhabhi, Disha vakani, Jethalal and Daya, Tarak Mehta Ka Oolta Chashmah

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો