Home /News /entertainment /જેઠાલાલે કરી જાહેરાત- 'દયા આવે છે...', તો ટ્રોલ્સે કહ્યું, 'મુરખ બનાવવાનું બંધ કરો'

જેઠાલાલે કરી જાહેરાત- 'દયા આવે છે...', તો ટ્રોલ્સે કહ્યું, 'મુરખ બનાવવાનું બંધ કરો'

શું શોમાં દયાભાભી પરત આવશે..?

Tarak Mehta Ka Ooltah Chashmah: જ્યારે 'જેઠાલાલ' દિલીપ જોષીએ 'દયાબેન'ના પરત ફરવાની ઐતિહાસિક ક્ષણની જાહેરાત કરી, કે તુરંત જ ચાહકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. જેમાં તે કહે છે, "જો આ કૌભાંડ છે, તો અમે હવે નહીં જોઇએ શૉ..."

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેન ક્યારે આવશે. દયા ભાભીની વાપસી ક્યારે થશે તેનાં પર સવાલો છેલ્લાં ચાર વર્ષથી થઇ રહ્યાં છે. 'જેઠાલાલ ગડા' એ અપકમિંગ એપિસોડમાં જ જાહેરાત કરશે કે, દયા પાછી આવી રહી છે. દુકાનનાં ઉદ્ધાટન માટે તે આવી રહી છે. શૉની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ ગઇ છે, સાથે જ તેનાં પર ટ્રોલ્સ અને ફેન્સની કમેન્સ આવી ગઇ છે. તેમનું કહેવું છે, આ વખતે જો તમે કોઇ કૌભાંડ કર્યું તો હવે અમે શૉ નહીં જોઇએ.

આપને જણાવી દઇએ કે, દિશા વાકાણીએ હાલમાં જ દીકરાને જન્મ આપ્યો છે. અને હવે તેને એક દીકરો અને એક દીકરી છે. તેમજ થોડા દિવસ પહેલાં જ શૉનાં પ્રોડ્યુસર અસિત મોદીએ પણ એક ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરી હતી કે, શોમાં દયા ભાભી પરત આવશે. પછી તે દિશા હોય કે નિશા હોય શું ફરક પડે છે.
View this post on Instagram


A post shared by Disha Vakani (@disha.vakani)


વર્ષ 2018થી દિશા વાકાણી આ શૉથી દૂર છે. અને હવે ચાર વર્ષ બાદ શૉમાં 'દયાભાભી'ની એન્ટ્રી થવા જઇ રહી છે. ત્યારે તે દિશા વાકાણી છે કે અન્ય કોઇ તે અંગે હજુસુધી કોઇ ફોડ પાડવામાં આવી નથી.આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે ગોકુલધામ દયાબેનનું પરત જોવા મળશે. અમે નહીં પરંતુ તેના જેઠાલાલા ખુદ શોમાં તેના પરત ફરવાની પુષ્ટિ કરી છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે! તાજેતરમાં, દિશા વાકાણીના એક ફેન પેજ શોમાંથી ગોકુલધામ વિડિયોમાં જેઠાલાલની જાહેરાત શેર કરવા સોશિયલ મીડિયા પર લઈ ગયા. 20-સેકન્ડની લાંબી ક્લિપમાં જેઠાલાલ મોટી જાહેરાત કરતા જોવા મળે છે અને રહેવાસીઓને કહે છે કે ઉદઘાટનના દિવસે દયા પાછા આવી રહ્યા છે. આ સમયે જ કોમલ ભાભી કહે છે કે, આ ઉજવણીનો સમય છે અને તેઓએ બધાએ ગરબા કરવા જોઈએ. સમગ્ર ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓ ઉજવણીના માહોલમાં ઊતરી ગયા.જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ વાતથી ખુશ કે આશ્ચર્યચકિત જણાતા નથી. એકે કહ્યું તેમ, “જો આ વખતે પણ તમે છેતરી રહ્યાં છો અને આ કોઇ કૌભાંડ હશેતો અમે હવે શો નહીં જોઇએ. ઘણા લોકો આ શૉ (મારા સહિત) જોવાનું બંધ કરી દેશે. અમારી લાગણીઓ સાથે રમત ન કરો.” જ્યારે બીજાએ કહ્યું, “અગર સચ મૈ આના હૈ તો આ વરના પબ્લિક કી ફિલિંગ્સ કે સાથ મત ખેલો”

તો અન્ય એક લખે છે કે, ક્યાં સુધી જનતાને મુરખ બનાવશો, તો અન્ય એક લખે છે કે, આ વખતે તો આવી જ જજે હો.. તો બીજાએ લખ્યુ કે, વેલકમ બેક દયાબેન.. તમને ખબર નથી આ સમાચારથી મારા પરિવારનાં લોકો કેટલાં ખુશ થઇ જશે.

વેલ આટલી વાતો ભલે થતી હોય તમને શું લાગે છે શોમાં દયાબેન પરત આવશે. કે પછી આ વખતે પણ જેઠાલાલનું સપનું હોઇ વાત ઉડાવી દેવામાં આવશે.
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો