'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે. કહેવામાં આવી રહ્યુ છે કે દયાભાભીના અવાજના કારણે તેમને આ બીમારીનો ભોગ બનવું પડ્યુ છે.
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયા ભાભીનું પાત્ર ભજવનારી દિશા વાકાણીને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. ઘણાં રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિશાને ગળાનું કેન્સર થયું છે. તે હાલમાં ગળાના કેન્સરનો સામે લડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગળાનું કેન્સર 'દયા ભાભી'ના પાત્રનાં અવાજને કારણે થયું છે. દિશા શોમાં અલગ અવાજ કાઢીને વાત કરતી હતી. દિશાને આ બીમારી ક્યારથી છે તેની કોઈ ચોક્કસ પુષ્ટિ થઈ નથી.
દિશા વાકાણીએ વર્ષ 2019માં શોને અલવિદા કહી દીધું છે. તેનું કારણે તેણે મેટરનિટિ લીવ જણાવ્યું હતું. ફેન્સ ત્યારથી લઈને આજ સુધી શોમાં ફરીથી તેના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સ દ્વારા શોમાં પરત ફરવા દિશા વાકાણીનો ઘણીવાર સંપર્ક કર્યો પણ તેમણે ના પાડી દીધી હતી. દિશા શોની સૌથી પોપ્યુલર એકટ્રેસ હતી.
દિશા વાકાણીએ વર્ષ 2010માં, દયાભાભીના અજીબોગરીબ અવાજ વિશે વાત કરી હતી. દિશાએ કહ્યુ હતું કે, દરેક વખત એક જ અવાજને જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ ભગવાનની કૃપા છે કે, તેમણે ક્યારેય મારા અવાજને નુકસાન નથી પહોંચાડ્યુ અને ના ગળાની કોઈ સમસ્યા ઉભી થઈ છે. આ અવાજની સાથે તે સતત 11-12 કલાક કામ કરે છે.
જ્યારથી દિશા વાકાણી શો છોડીને ગઈ છે, ત્યારથી તેના કેરેક્ટરમાં કોઇ જ નવી એક્ટર આવી નથી. મેકર્સ તેના બદલે નવી એક્ટ્રેસની તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન એશ્વર્યા સખુજા અને કાજલ પિસલ જેવી ઘણી એક્ટ્રેસનું નામ દયાભાભીના પાત્ર તરીકે સામે આવ્યુ હતું. જોકે, આ ફક્ત અફવા નીકળી હતી. દિશાના ગયાં બાદ બીજા પણ ઘણાં કલાકારોએ શો છોડી દીધો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર