મુંબઈ : ટીવીના ઇતિહાસનો સૌથી લોકપ્રિય કોમે઼ડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak mehta ka ooltah chashmah) 28 જુલાઈના 2008ના રોજ શરૂ થયો હો. છેલ્લા 13 વર્ષથી દર્શકોને નિર્દોષ મનોરંજન પિરસી રહેલો આ શૉ ખૂબ જ લોકપ્રિય થયો છે. ટીઆરપી હોય કે શોના પાત્રો દરેક ગુજરાતી અને બિનગુજરાતી પરિવારોને આ શોએ જુદા જુદા રંગોથી જકડી રાખ્યો છે. આ શોના ડાયરેક્ટર છે માલવ રાજદા, માલવે 13 વર્ષની ઉજવણી અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી અને આગામી સમય માટે શુભકામનાઓ આપી હતી.
માલવે દર્શકો સાથે ખુશી શેર કરતા લખ્યુ, 'આ શો સાથે જોડાઈને હુ ખૂબ ખુશ છું... 13 વર્ષ સમાપ્ત થઈ ગયા અને અને અમે ચૌદમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આશા રાખીએ છે કે આગામી વર્ષોમાં અમે લોકોની જિંદગીમાં પરિવર્તન લાવતા રહીશું.' માલવની આ પોસ્ટ પર તેમને અભિનંદન મળી રહ્યા છે.
Haste aur Hasaate hue samajh hi nahi aaya kaise gujar gaye 13 saal,
Aapke itne saalon ke saath ka hi hai ye kamal...
— Taarak Mehta Ka Ooltah Chashmah (@TMKOC_NTF) July 28, 2021
તારક મહેતાના નિર્માતાઓએ દર્શકો સાથે ખુશી શેર કરતા એક વીડિયો તૈયાર કર્યો છે. તેમણે આ વીડિયો ટ્વીટર પર મૂક્યો છે. આ વીડિયો પર લખ્યું છે કે 'હંસતા હસાવતા કેવી રીતે સમય વીતી ગયો એની ખબર જ ન પડી અને 13 વર્ષ પસાર થઈ ગયા. તમારા સાથનો જ આ કમાલ છે એટલા માટે અંત:કરણથી આભાર... આવી જ રીતે હસતા રહો અને જોતા રહો TMOC
આ ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમને ટપ્પુ સેનાએ પણ મેસેજ આપ્યો છે. ટપ્પુ સેનાએ ટ્વીટર પર જણાવ્યું કે કેવી રીતે 14 વર્ષના પ્રવેશની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 13માં વર્ષમાં પ્રવેશ મેળવનારી સીરિયલ તરીકે તારક મહેતાને દેશની બીજી સીરિયલનું બહુમાન મળ્યું છે અને કરોડો દર્શકોના જીવનમાં આ સીરિયલે એક નિર્દોષ હાસ્ય પીરસ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર