એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) કોઇને કોઇ કારણે ચર્ચામાં છે. આ શો પર નજર આવનરા ઘણાં કેરેક્ટર્સમાંથી એક છે રોશન ભાભી (Roshan Bhabhi). આ રોલ માટે જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) અદા કરી રહી છે. આ વચ્ચે જેનિફર મિસ્ત્રી બંસીવાલ અંગે એક સમાચાર આવ્યા છે. જેનિફરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઇ ગયુ છે. જેને કારણે તે તેનું અકાઉન્ટ ઓપરેટ નથી કરી શકતી.
આ વાતની જાણકારી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)માં 'મિસેસ હાથી'નું કિરદાર અદા કરનારી અંબિકા રંજનકરે આપી છે. અંબિકા રંજનકરે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. અંબિકાએ તેમનાં પોસ્ટમાં લખ્યું છે કે, જેનિફર (રોશન)નું ઇન્સ્ટાગ્રામ પેજ હેક થઇ ગયુ છે જેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ સમસ્યાને જલદીથી જલદી ઉકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'જેનિફરનું ઇન્સ્ટાગ્રામ આકાઉન્ટ હેક થઇ ગયુ છે જો આપને તેનાં તરફથી કોઇપણ મેસેજ કે રિપ્લાય આવે છે તો કૃપ્યા કરી તેને ઇગ્નોર કરશો. જ્યાં સુધી કોઇ જાણકારી નથી આપવામાં આવતી. તે પોતાનું અકાઉન્ટ ફરી શરૂ કરવાનાં સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. હું તેમનાં ફેન્સને રિક્વેસ્ટ કરી રહી છુ કે, થોડું ધૈર્ય રાખો અને પ્રાર્થના કરુ છઉ કે, જલદી જ તેમનું અકાઉન્ટ સફળતાપૂર્વક શરૂ થઇ જાય. '
Published by:Margi Pandya
First published:December 08, 2020, 10:39 am