Home /News /entertainment /

‘તારક મહેતા...’ની આ અભિનેત્રીએ કર્યા બીજા લગ્ન, ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

‘તારક મહેતા...’ની આ અભિનેત્રીએ કર્યા બીજા લગ્ન, ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah Show) ટીવીના પોપ્યુલર શોમાંનો એક છે. દરેક એજ ગ્રુપના લોકો આ શોને જોવાનું પસંદ કરે છે. એટલું જ નહીં ઘણા વર્ષોથી આ શો દર્શકોની વચ્ચે લોકપ્રિય રહ્યો છે. આ શોમાં જેટલા પણ કલાકાર છે, તેમની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે, દરેક કેરેક્ટરને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah Show) ટીવીના પોપ્યુલર શોમાંનો એક છે. દરેક એજ ગ્રુપના લોકો આ શોને જોવાનું પસંદ કરે છે. એટલું જ નહીં ઘણા વર્ષોથી આ શો દર્શકોની વચ્ચે લોકપ્રિય રહ્યો છે. આ શોમાં જેટલા પણ કલાકાર છે, તેમની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે, દરેક કેરેક્ટરને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
    ઘણા લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહેલો ફેમિલી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) આજે પણ દર્શકોની પહેલી પસંદ છે. લોકો આ શોની દરેક કાસ્ટને ખૂબ પ્રેમ આપે છે. જો તમે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ શોની એક એક્ટ્રેસે હાલમાં જ લગ્ન કરી (taarak mehta ka ooltah chashmah Actress Got Married) લીધા છે. એક્ટ્રેસના લગ્નનો વિડીયો (Marriage Video) સામે આવતાની સાથે જ ફેન્સ ખૂબ જ ખુશ થઇ રહ્યા છે. જી હાં, આ વિડીયોમાં અભિનેત્રીનો પતિ તેની માંગમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે.






    લગ્નનો વિડીયો કર્યો શેર

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એક અભિનેત્રી લગ્નના બંધનમાં બંધાઈ ગઇ છે. આ એક્ટ્રેસનો પતિ સાથેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ સમાચાર આવતાની સાથે જ લોકોની શંકાની સોય બબીતા જીનો રોલ નિભાવતી મુનમુન દત્તા (Munmun Dutta) પર જરૂરથી ફરી ગઈ હશે. પરંતુ તમને જણાવી દઇએ કે તમારો આ અંદાજ સંપૂર્ણપણે ખોટો છે.

    રીટા રીપોર્ટરે કર્યા બીજા લગ્ન

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા (Priya Ahuja)એ ગયા વર્ષે સાત ફેરા લીધા હતા. અભિનેત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિગ્દર્શક અને પતિ માલવ રાજદા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. ગત વર્ષે 19 નવેમ્બરના રોજ પ્રિયા આહુજા અને માલવ રાજદાના લગ્નના 10 વર્ષ પૂરા થયા હતા. ત્યારે આ ખાસ પ્રસંગે બંને ફરી એકવાર એકબીજાને આપેલા વચનોને યાદ કરવા માંગતા હતા. પોતાના લગ્નના દિવસોને યાદ કરતા રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાએ ફરી એકવાર એક વિડીયો શેર કર્યો છે, જે બાદ તે ફેન્સમાં ચર્ચાનો વિષય બની હતી.

    19 નવેમ્બર, 2011ના રોજ પ્રિયાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને ત્રણ વર્ષનો એક પુત્ર પણ છે. ગત વર્ષે લગ્નના 10 વર્ષ પૂર્ણ થવા પર માલવ અને પ્રિયાએ ફરી ધામધૂમથી લગ્ન કર્યા હતા અને લગ્નની દરેક વિધિ ફરીથી પૂરી કરી હતી. તમને જણાવી દઈએ કે માલવ અને પ્રિયા વચ્ચેના સંબંધોની શરૂઆત શોના સેટ પરથી થઈ હતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં પરીવર્તિત થઇ ગઇ હતી અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, રીટા રીપોર્ટર, પ્રિયા અહુજા, મનોરંજન, TMKOC, Munmun Dutta, Priya Ahuja, Malav Rajda, Entertainment
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन