Home /News /entertainment /તારક મહેતા...ની આ લોકપ્રિય એક્ટ્રેસ બીજી વખત દુલ્હન બની, ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

તારક મહેતા...ની આ લોકપ્રિય એક્ટ્રેસ બીજી વખત દુલ્હન બની, ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા

શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવતી પ્રિયા આહુજા (Priya Ahuja)છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah Show) ટીવીના પોપ્યુલર શોમાંનો એક છે. દરેક એજ ગ્રુપના લોકો આ શોને જોવાનું પસંદ કરે છે. એટલું જ નહીં ઘણા વર્ષોથી આ શો દર્શકોની વચ્ચે લોકપ્રિય રહ્યો છે. આ શોમાં જેટલા પણ કલાકાર છે, તેમની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે, દરેક કેરેક્ટરને ફેન્સ પસંદ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah Show) ટીવીના પોપ્યુલર શોમાંનો એક છે. દરેક એજ ગ્રુપના લોકો આ શોને જોવાનું પસંદ કરે છે. એટલું જ નહીં ઘણા વર્ષોથી આ શો દર્શકોની વચ્ચે લોકપ્રિય રહ્યો છે. આ શોમાં જેટલા પણ કલાકાર છે, તેમની પોતાની એક અલગ જ ઓળખ બની ગઈ છે, દરેક કેરેક્ટરને ફેન્સ પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જોવાનું તમને પણ પસંદ છે તો તમારા માટે એક ખુશખબરી છે. હકીકતાં આ શોની એક એક્ટ્રેસે લગ્ન કરી લીધા છે.

હવે જ્યારે લગ્નનો વીડિયો સામે આવ્યો, તો ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસનો પતિ તેની માંગમાં સિંદુર ભરી રહ્યો છે. જ્યારે આ સમાચાર સામે આવી ચૂક્યા છે કે તારક મહેતાની એક એક્ટ્રેસે લગ્ન કરી લીધા છે, તો બધા લોકો વિચારમાં પડી ગયા છે કે ક્યાંય મુનમુન દત્તા (Munmun Dutta)તો લગ્નના બંધનમાં નથી બંધાઈ ગઈને, પરંતુ આ વાતમાં હકીકત નથી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, તે બીજું કોઈ નહીં પરંતુ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવતી પ્રિયા આહુજા (Priya Ahuja)છે.




ગયા વર્ષે રિટા રિપોર્ટરે પોતાની 10મી એનિવર્સરી પર નિર્દેશક અને પતિ માલવ રાજદા (Malav Rajda) સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્ન કપલે 19 નવેમ્બરના રોજ કર્યા હતા. કેમ કે પોતાના લગ્નના વચનોને આ કપલ ફરીથી યાદ કરવા માગતું હતું. હવે એક વખત ફરીથી પ્રિયા આહુજાએ પોતાના લગ્નના દિવસોને યાદ કરતા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. 2011માં 19 નવેમ્બરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ પ્રિયા આહુજાએ માલવ રાજદા સાથે સાત ફેરા લીધા હતા.




પ્રિયા માલવનો સંબંધ

19 નવેમ્બર 2011માં પ્રિયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક ત્રણ વર્ષનો દીકરો પણ છે. લગ્નને 10 વર્ષ પૂરા થતા ગયા વર્ષે માલવ અને પ્રિયાએ ફરીથી ધૂમધામથી લગ્ન કર્યા અને સાત ફેરા લીધા. માલવ અને પ્રિયાની મુલાકાત શોના સેટ પર જ થઈ હતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં પરિણમી અને પછી બંનેએ લગ્ન કરી લીધા.
First published:

Tags: Priya Ahuja, Taarak Mehta Ka Ooltah Chashmah, Wedding