Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmahમાં કમબેકની વાત પર 'જૂના ટપ્પુ'એ તોડી ચુપ્પી, કહી નાંખી મોટી વાત
Taarak Mehta Ka Ooltah Chashmahમાં કમબેકની વાત પર 'જૂના ટપ્પુ'એ તોડી ચુપ્પી, કહી નાંખી મોટી વાત
ફોટોઃ @bhavyagandhi97
ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ભવ્ય ગાંધીની ટપ્પુના પાત્રમાં કમબેક કરવાની ખબરો સામે આવી રહી છે. જેમાં ભવ્ય ગાંધીએ સ્પષ્ટતા કરી છે કે તે શોમાં પરત ફરશે કે નહીં..
મુંબઈઃ ટીવીનો મોસ્ટ પોપ્યુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યુ છે. આજે પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે. દરરોજ શો સાથે જોડાયેલી ખબરો પણ સામે આવતી રહે છે. પરંતુ આ વખતે જૂના ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીની શોમાં કમબેક કરવાની વાત સામે આવી રહી છે. જોકે, એક્ટરે આ અંગે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું કે, તેમનો આવો કોઈ જ પ્લાન નથી. મળતી ખબરો અનુસાર શોમાં પરત ફરવાની વાતને ભવ્ય ગાંધીએ સંપૂર્ણ રીતે નકારી દીધી છે.
શો સાથે જોડાયેલી ખબરો હંમેશા સામે આવતી રહે છે. લાંબા સમયથી આ શોમાં દિશા વાકાણીની શોમાં પરત ફરવાની અફવાઓ પણ ઉડી રહી ચે. ત્યારબાદ હવે ટપ્પુ એટલે કે ભવ્યની શોમાં પાછા ફરવાની વાત સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભવ્યનું કહેવું છે કે, આ તમામ ખબરો ખોટી છે. વાસ્તવમાં ભવ્યએ ગુજરાતી સિનેમા અને થિયેટર માટે આ શોને ગુડ બાય કહ્યુ હતું.
થોડા સમય પહેલાં એવી ખબર સામે આવી હતી કે, ભવ્ય ગાંધીને ટપ્પુના પાત્ર માટે ફરીથી અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે, ભવ્યએ આ ખબરોને સંપૂર્ણપણે નકારી દીધી હતી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણી અફવાઓથી ઉભરાઈ રહ્યો છે. થોડા સમય પહેલા એવી દિશા વાકાણીને ગળાના કેન્સરને લઈને ખબરો સામે આવી રહી હતી. બાદમાં દિશા વાકાણીનાં ભાઈ મયુર વાકાણીએ આ ખબરોને પાયા વિહોણી ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમુક વર્ષોથી ભવ્ય ગાંધીએ ગુજરાતી સિનેમા અને થિયેટરોમાં કામ કરવા માટે આ શોને છોડી દીધો હતો. ત્યારબાદ રાજ અનાદકત ટપ્પુની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમુક સમય પહેલા આ શોમાંથી તારક મહેતા ઉર્ફે શૈલેશ લોઢાએ પણ વિદાઈ લઈ લીધી હતી. મેકર્સ અને શૈલેશ લોઢા વચ્ચે ઘણાં વિવાદ ચાલી રહ્યા હતાં, જેને લઈને તેણે શો છોડી દીધો હતો.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર