Home /News /entertainment /

તારક મહેતા શો જ નહીં, પરંતુ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે બબીતાજી, કમલ હાસનની સાથે પણ કર્યું છે કામ

તારક મહેતા શો જ નહીં, પરંતુ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે બબીતાજી, કમલ હાસનની સાથે પણ કર્યું છે કામ

તારક મહેતા શો સિવાય ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે મુન મુન દત્તાએ.

શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જોવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જોવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે.

વધુ જુઓ ...
    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka ooltah Chashmash) ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’ (Munmun Dutta)નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે.

    શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જોવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જોવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે. બબીતાજીની ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જોઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તારક મહેતા કા શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં પણ જોવા મળી છે. જાણો તે ફિલ્મો વિશે.
    આ ફિલ્મોમાં દેખાય ચૂકી છે

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ 2005માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’(Holiday)માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. વર્ષ 2018માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’ (The Little Goddess)માં કામ કર્યું હતું.

    આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ (Mun Gandhi Nuhen) અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ (Amar Akashe Megh Brishti) છે.

    આ શોથી કરિયરની શરૂઆત કરી

    મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2004માં ‘હમ સબ બારાતી’ (Hum Sab Baraati) શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જોશી પણ હતો. જો કે, મુનમુન વર્ષ 2008થી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બની હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन