તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલે દયાનો હાથ પકડીને કર્યો ડાન્સ, VIDEO જોઈ યાદોમાં ખોવાઈ જશો?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલે દયાનો હાથ પકડીને કર્યો ડાન્સ, VIDEO જોઈ યાદોમાં ખોવાઈ જશો?
દિલીપ જોશી અને દિશા વાકાણીનો ડાન્સ વીડિયો વાયરલ
TMKOC: આ વાયરલ વીડિયોમાં દિશા વાકાણી (Disha Vakani) અને દિલીપ જોશી (Dilip Joshi) રોમેન્ટિક અંદાજમાં ડાન્સ (Jethalal Dayabhabhi dance video) કરતા જોવા મળી શકે છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એ ભારતીય ટેલિવિઝનના શ્રેષ્ઠ શોમાંનો એક છે અને દયા બેન (Dayaben) અને જેઠાલાલ (Jethalal) નું પાત્ર ભજવતા દિલીપ જોશી (Dilip joshi) અને દિશા વાકાણી (Disha Vakani) આ શોના નાયક છે. બંને આ શો સાથે એટલા વર્ષોથી જોડાયેલા છે કે, હવે તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. બંને વચ્ચેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી, ટાઇમિંગ અને એક્સપ્રેશન લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ બધા પછી હવે બંનેની ડાન્સિંગ સ્કિલ પણ દર્શકોના દિલ જીતી રહી છે.
દિશા વાકાણી ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ હોવા છતાં, તેના થ્રોબેક વીડિયો સમાચારમાં રહે છે. શોના શરૂઆતના દિવસોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિશા વાકાણી અને દિલીપ જોશી રોમેન્ટિક અંદાજમાં ડાન્સ (Jethalal Dayabhabhi dance video) કરતા જોવા મળી શકે છે.
તારક મહેતાનું આ પાવર કપલ... 90ના દાયકાની હિટ ફિલ્મ યસ બોસના ગીત 'એક દિન આપ હમ ઐસે મિલ જાયેંગે' પર ડાન્સ કરી રહ્યું છે. વીડિયોમાં બંને કલાકારો આરામથી તેમના મૂવ્સની પ્રેક્ટિસ કરતા અને ડાન્સની મજા લેતા જોવા મળે છે.
અલબત્ત, દર્શકો તેમના મનપસંદ કપલને નૃત્ય કરતા જોઈને ખુશ હતા, અને હવે વિડિયો શોના મહાન દિવસોની યાદ તાજા કરી દે છે. વિડીયો જોયા બાદ દિશા વાકાણી અને દિલીપ જોશી (Disha Vakani Dilip Joshi) ના ફેન્સ ખુબ જ ખુશ છે. ઘણી કોમેન્ટ્સ દ્વારા તેઓ ફરી એકવાર આ જોડીને સાથે જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી ઘણા સમયથી શોમાંથી ગેરહાજર છે અને હવે તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે દિલીપ જોશી પણ ટૂંક સમયમાં શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. આ અંગે દિલીપ જોષીએ પ્રતિક્રિયા આપી હતી. દિલીપે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મને લાગે છે કે જ્યારે શો સારો ચાલી રહ્યો છે, તો તેને શા માટે બિનજરૂરી રીતે છોડી દેવાય."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર