'Taarak Mehta..'નાં સેટ પર ફૂટ્યો કોરોના બોમ્બ, 4 લોકો પોઝિટિવ, શૂટિંગ બંધ

'Taarak Mehta..'નાં સેટ પર ફૂટ્યો કોરોના બોમ્બ,  4 લોકો પોઝિટિવ, શૂટિંગ બંધ
તારક મેહતાનાં ચાર લોકો કોરોના પોઝિટિવ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં સેટ પર 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમાંથી કેટલાંક કલાકાર છે તોકેટલાંક સેટનાં લોકો. જોકે, મુખ્ય કલાકારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જે શો માટે રાહતનાં સમાચાર છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના (Coronavirus)ની બીજી લહેર દેશમાં હંગામો મચાવી દીધો છે. તેજીથી વધતા કેસે લોકોની ચિંતા વધારી દીધી છે. દરરોજ સેલિબ્રિટીઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનાં સમાચાર આવી રહ્યાં છે. ટીવીનાં સૌથી પસંદીદા શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં એક્ટર મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) કોરોના પોઝિટિવ આવી હતી. હવે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નાં સેટ પર કોરોના બોમ્બ ફૂટી ગયો છે. હાલમાં શોનાં સેટ પર 110 લોકોનો કોરોના ટેસ્ટ થયો છે. જેમાં 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

    હાલમાં જ નક્કી કરવામામં આવેલી ગાઇડલાઇન મુજબ, શો સાથે જોડાયેલાં લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો તો તેમાં 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચાર સામે આવ્યાં છે. ટીવીનાં સૌથી પસંદીદા શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નાં એક્ટર મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે 'તારક મેહતા..'નાં સેટ પર કોરોના બોમ્બ ફુટ્યો છે. હાલમાં જ શોનાં સેટ પર 110 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેમાં 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.



    હાલમાં નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ, શો સાથે જોડાયેલાં લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો તેમાં 4 લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જે પોઝિટિવ આવ્યાં હતાં તેમાંથી કેટલાંક કલાકાર છે તો કેટલાંક સેટ પરનાં માણસો છે. મુખ્ય કલાકારની રિપોર્ટ નેગેટિવ આવી છે જે એક રાહતની વાત છે.

    મહારાષ્ટ્રમાં કોરોનાનાં વધતા મામલાને ધ્યાનમાં રાખીને મહરાષ્ટ્ર સરકારે 15 દિવસ માટે ફિલ્મ અને ટીવી શોની શૂટિંગ બંધ કરી દીધી છે. કોરોના થી બચાવ અને નિયમોને ધ્યાનમાં રાખીને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો'ની શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે નિર્માતા અસીત મોદીએ શૂટિંગ બંધ થવા પર બહાર જઇ શૂટ કરવા અને સેટ પરનાં 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની વાત કરી છે.

    એક ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં અસીત મોદીએ જણાવ્યું કે, શૂટ માટે બહાર જવા અંગે અમે કંઇ જ વિચાર્યું નથી. કારણ કે 3-4 દિવસ પહેલાં જે ગાઇડલાઇન્સ આવીહ તી તેનાંથી એવું નહોતું લાગતું કે, શોની શૂટિંગ રોકાશે. તે ગાઇડલાઇન મુજબ, અમે સેટ પર બધાનો RT PCR ટેસ્ટ કરવાનો હતો તો ટેસ્ટ કરવામાં આવતા 4 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે તે તમામ લોકોને અમે હાલમાં ક્વૉરન્ટીન કરી લીધા છે.

    તેણે કહ્યું કે, અમે 9 એપ્રીલનાં સબધાનો ટેસ્ટ કર્યો જેમાં 4 લોકો પોઝિટિવ આવ્યાં હતાં. તમામ કલાકાર અને કેટલાંક પ્રોડક્શનનાં લોકો છે. સેટ પર બાકી તમામનો રિપોર્ટ નિગેટિવ આવ્યો છે. આમ પણ અમે સેટ પર શૂટિંગ દરમિયાન સેફ્ટી રાખીએ છીએ. જેથી કોઇની પણ તબિયત ખરાબ લાગે તો અમે તેમને સેટ પર આવવાની જ ના પાડી દઇએ છીએ.



    અસિતે કહ્યું કે, અમે હજુ સુધી બહાર જઇ શૂટ કરવાનું વિચાર્યું નથી. અને ના કોઇ પ્લાન છે. બાદમાં વિચારીશું કે શું કરવું. કારણ કે આર્ટિસ્ટ અને પ્રોડક્શનવાળીની સહમતી હોવી જરૂરી છે. કારણ કે તેમની સેફ્ટી સૌથી ઉપર છે.
    Published by:Margi Pandya
    First published:April 16, 2021, 10:18 am

    ટૉપ ન્યૂઝ