Home /News /entertainment /

TMKOC: 'જેઠાલાલ'ની દીકરી આ મહીને પાડશે પ્રભુતામાં પગલા, દયાબેન લગ્નમાં નહીં જાય!

TMKOC: 'જેઠાલાલ'ની દીકરી આ મહીને પાડશે પ્રભુતામાં પગલા, દયાબેન લગ્નમાં નહીં જાય!

જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની દીકરીના લગ્ન થશે

TMKOCના ફેન્સને જાણીને ખુશી થશે દિલીપ જોશી (Dilip Joshi) તેમની દિકરીના લગ્ન (Dilip joshi Daughter Marriage) આ મહિને કરાવવા જઇ રહ્યા છે.

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TarAK Mehta ka Ooltah Chashma) સિરિયલ (Serial) પોતાના પાત્રો અને સ્ટોરી પ્લોટના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય (Worldwide Famous) છે. સિરિયલના દરેક પાત્રને પોતાની ખાસિયત છે અને તેથી જ આટલા લાંબા સમયથી સિરિટલ નંબર વનની પોતાની પોઝીશન જાળવવામાં સફળ રહ્યો છે. સિરિયલમાં લોકોનું સૌથી પ્રિય જેઠાલાલનું પાત્ર નિભાવનાર કલાકાર દિલીપ જોશી (Dilip Joshi) તમામ અન્ય કલાકારોમાં સિનિયર અને સૌથી વધુ પેમેન્ટ મેળવનાર કલાકાર છે. TMKOCના ફેન્સને જાણીને ખુશી થશે દિલીપ જોશી તેમની દિકરીના લગ્ન (Dilip joshi Daughter Marriage) આ મહિને કરાવવા જઇ રહ્યા છે.

દિલીપ જોશીને છે બે બાળકો

દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીને બે બાળકો છે – પુત્ર રીત્વિક જોશી અને પુત્રી નિયતી જોશી. જે પૈકી પુત્રી નિયતીના લગ્ન આ મહિને યોજવા જઇ રહ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વરરાજો એનઆરઆઇ છે અને આ લગ્ન સમારોહ 11 ડિસેમ્બર, 2021ના રોજ યોજાવા જઇ રહ્યો છે.

નજીકના સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, આ લગ્ન કોઇ ગ્રાન્ડ વેડિંગથી ઓછા નહીં હોય. મુંબઇની તાજ હોટલમાં આ સમારોહ યોજાશે અને દિલીપ જોશી પોતે જ તમામ વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.

TMKOCની ટીમને પણ ખાસ આમંત્રણ

સુત્રોએ વધુમાં જણાવ્યા અનુસાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સંપૂર્ણ ટીમને શુભ પ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દિશા વાકાણી સહિત ઘણા જૂના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ દયાબેન હાજર નહીં રહે તેવું પણ જાણવા મળે છે.

આ પણ વાંચોમનસા વારાણસી બનશે Miss World 2021? જુઓ - મનસાની મોડલથી MISS India સુધીની સફર

દિશા દિલીપ જોશીનો ખૂબ આદર કરે છે. પરંતુ તેણે આ સમારોહમાં સામેલ થવાનો પ્રેમથી ઇન્કાર કર્યો હતો. જોકે, તેણ દિલીપજીની પુત્રીને પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. તે કદાચ વ્યક્તિગત રીતે તેમના પરીવારને મળી શકે છે, પરંતુ દિશાએ શોબિઝ સંબંધિત કોઇ પણ સમારોહનો ભાગ બનાવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે શોની અન્ય કાસ્ટ અને ટીમ આ લગ્નમાં સામેલ થવા ખૂબ જ ઉત્સાહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Dilip Joshi, Disha vakani, Jethalal, Tarak Maheta ka Ulta chasma, TMKOC

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन