Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah chashma: 'તારક મહેતા' ના જેઠાલાલ અમેરિકામાં ફરી રહ્યા છે, ફેન્સે કહ્યું- તમારા વગર શોમાં મજા નથી આવતી

Taarak Mehta Ka Ooltah chashma: 'તારક મહેતા' ના જેઠાલાલ અમેરિકામાં ફરી રહ્યા છે, ફેન્સે કહ્યું- તમારા વગર શોમાં મજા નથી આવતી

જેઠાલાલ અમેરિકા ફરવા ગયા

Taarak Mehta Ka Ooltah chashma: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah chashma)માં છેલ્લા ઘણા દિવસોમાં ફેરફાર જોવા મળ્યા છે. શોના ઘણા સ્ટાર કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે.

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah chashma)માં છેલ્લા ઘણા દિવસોમાં ફેરફાર જોવા મળ્યા છે. શોના ઘણા સ્ટાર કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે. દર્શક શૈલેષ લોઢાના શો છોડવાથી ઘણા દુઃખી છે. શોના છેલ્લા ઘણા એપિસોડમાં જેઠાલાલ જોવા ન મળતા હોવાથી દર્શકોને તેમના શો છોડવાની આશંકા પણ સતાવવા લાગી છે.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા દર્શકોને લાગે છે કે મેકર્સ, દિલીપ જોશીનું રિપ્લેસ કરવા માગે છે. આ જ કારણથી કેટલાક દર્શક શોના પ્રોડ્યુસર્સને ચેતવણી આપી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ હજી પણ આ શો સાથે જોડાયેલા છે. તેઓ અત્યારે ફરવા માટે ગયા છે.

    આ પણ વાંચોઃ- સિરિયલમાં નવા તારક મહેતા આવતાં જ શૈલેષ લોઢાએ વ્યંગ્ય પોસ્ટ કરી, આસિત મોદીને ટાર્ગેટ કર્યા?

    દિલીપ જોશીએ અમેરિકાથી તસવીર શેર કરી


    દિલીપ જોશી અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં ફરવાની મજા માણી રહ્યા છે. તેમને પોતાની ટ્રિપના કેટલાક ફોટો ઈનસ્ટાગ્રામ પર શેર કર્યા છે. દિલીપ જોશીએ એક પાર્કની તસવીર શેર કરતા લખ્યું છે, ‘કિસી કી જડો કી કદ્ર કરના સીખ રહા હું’.તેઓ સિકોઈયા નેશનલ પાર્કમાં પ્રાકૃતિક સૌંદર્યની મજા માણતા જોવા મળી રહ્યા છે.

    દિલીપ જોશી વગર દર્શકોને શોમાં મજા નથી આવી રહી


    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અગાઉના એપિસોડમાં જણાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ બેસ્ટ ડીલર હોવાને કારણે અમેરિકાની યાત્રા કરવાની તક મળી છે. દિલીપ જોશીની ટ્રિપની તસવીરો પર કમેન્ટ કરતા દર્શકો શોમાં તેમને પાછા આવવા માટે કહી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, સર તમારા વગર મજા નથી આવતી, પાછા આવી જાઓ.

    શૈલેષ લોઢાને શોમાં જોવા માગે છે દર્શક


    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શૈલેષ લોઢાની જગ્યાએ સચિન શ્રોફે લઈ લીધી છે. જો કે દર્શકો તેનાથી ખુશ નથી. તેઓ શોમાં શૈલેષની વાપસીની માગ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે દિલીપ જોશી કંઈક એવું કરે કે શૈલેષ લોઢાની શોમાં વાપસી થઈ જાય. એક યુઝરે લખ્યું, ‘સર તમે ગમે તે કરો, શૈલેષ સરને ફરીથી શોમાં બોલાવી લો. ’
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Dilip Joshi, Jethalal, Taarak Mehta Ka Ooltah Chashma

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन