Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા (Tarak Mehta Aka Shailesh Lodha) શોને અલવિદા કહી રહ્યા છે. અહેવાલ છે કે શૈલેષ લોઢા ટૂંક સમયમાં નવા શોમાં જોવા મળવાના છે, જેના કારણે તેઓ આ શોને ગુડ બાય (shailesh lodha quit show) કહી રહ્યા છે. જો કે બુધવારે તેમની એક પોસ્ટ બાદ લોકોના મનમાં ફરી સવાલો ઉભા થયા છે. ત્યારે હવે શોના નિર્માતા અસિત મોદી (Asit Modi)એ પણ આ મામલે મૌન તોડ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)ના ચાહકો માટે આંચકા સમાન સમાચાર આવ્યા, જ્યારે તેમને ખબર પડી કે 'દયાબેન' (Dayaben) પછી હવે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા (Tarak Mehta Aka Shailesh Lodha) શોને અલવિદા કહી રહ્યા છે. અહેવાલ છે કે શૈલેષ લોઢા ટૂંક સમયમાં નવા શોમાં જોવા મળવાના છે, જેના કારણે તેઓ આ શોને ગુડ બાય (shailesh lodha quit show) કહી રહ્યા છે. જો કે બુધવારે તેમની એક પોસ્ટ બાદ લોકોના મનમાં ફરી સવાલો ઉભા થયા છે. ત્યારે હવે શોના નિર્માતા અસિત મોદી (Asit Modi)એ પણ આ મામલે મૌન તોડ્યું છે.
શૈલેષ લોઢાની વિચિત્ર પોસ્ટ
શૈલેષ લોઢાએ શો છોડવાના સમાચાર બાદ એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે. તેણે પોતાની તસવીર સાથે લખ્યું- 'હબીબ સો સાહેબનો એક શેર અદ્ભુત છે.' ‘યહાં મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હે, કઇ ઝૂઠે ઇકઠ્ઠે હો તો સચ્ચા ટૂટ જાતા હે.’ આ પોસ્ટ બાદ શોના નિર્માતા અસિત મોદીએ 'તારક મહેતા'ના શો છોડવા અંગે સત્ય જણાવ્યું છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ હવે શૈલેષ લોઢાને શો છોડવા પર મૌન તોડ્યું છે. આજતક સાથેની વાતચીતમાં તેમણે આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે શૈલેષ લોઢા કે મેં અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે સમાચાર આવી રહ્યા છે તે માત્ર ચોંકાવનારા છે.
પરિવારમાં મતભેદ ચાલ્યા કરે – અસિત મોદી
વાતચીતમાં તેણે વધુમાં કહ્યું કે, છેલ્લા 14 વર્ષથી હું એક પરિવારની જેમ આ ટીમને આગળ લઈ જઈ રહ્યો છું. લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને એ પણ સાચું છે કે પરિવારમાં દરેક દિવસ એકસરખા નથી હોતા, ઉતાર-ચઢાવ આવતા હોય છે. અસિત મોદીએ કહ્યું કે, આ શો દરેક માટે સમાન છે અને તેના નિયમો પણ દરેક માટે સમાન છે. તેમાં જોડાનારાઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈની મનમાની ચાલશે નહીં.
અસિત મોદીએ કહ્યું કે મને સમજાતું નથી કે આ કોણ છે જેઓ અફવા ફેલાવી રહ્યા છે. આ પ્રકારની અફવા ચિંતાજનક છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આવું કંઈ થશે તો બધાને જાણ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શૈલેષ લોઢા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહ્યા છે. તેમણે શોનું શૂટિંગ પણ બંધ કરી દીધું છે. જો કે શૈલેષ લોઢા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર