Home /News /entertainment /રિવલિંગ ડ્રેસ સાથે માતા લક્ષ્મીનો હાર પહેરી બરાબરની ફસાઈ તાપસી, લોકોએ કહ્યું- થોડી તો શરમ રાખો
રિવલિંગ ડ્રેસ સાથે માતા લક્ષ્મીનો હાર પહેરી બરાબરની ફસાઈ તાપસી, લોકોએ કહ્યું- થોડી તો શરમ રાખો
taapsee pannu (instagram)
કેટલીય બોલીવૂડ અભિનેત્રીઓ હાલમાં જ લૈક્મે ફૈશન વીકમાં સામેલ થઈ હતી અને તમામે મળીને રેમ્પ પર ખૂબ જ ધમાલ મચાવી હતી. તાપસી પન્નૂ પણ આ ફૈશન વીકમાં ભાગ લેવા આવી હતી.
Taapsee Pannu Troll: ફિલ્મોની સાથે સાથે પોતાના બિંદાસ સ્વભાવ માટે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેમને 20 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જ્યાં તે દરરોજ પોતાની તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. જો કે, હવે તેમની એક પોસ્ટ પર લોકો ભડકી ઉઠ્યા છે અને તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલીય બોલીવૂડ અભિનેત્રીઓ હાલમાં જ લૈક્મે ફૈશન વીકમાં સામેલ થઈ હતી અને તમામે મળીને રેમ્પ પર ખૂબ જ ધમાલ મચાવી હતી. તાપસી પન્નૂ પણ આ ફૈશન વીકમાં ભાગ લેવા આવી હતી. આ દરમ્યાન તે રેડ કલરની ડિપનેક રિવલિંગ ડ્રેસ પહેરીને નજર આવી હતી. તો વળી આ ડ્રેસની સાથે ગળામાં એક હાર પહેર્યો હતો. જેમાં માતા લક્ષ્મીની મૂર્તિ બનેલી હતી. તો વળી આ ડ્રેસની સાથે માતા લક્ષ્મીનો હાર પહેરવાને લઈને તાપસી હવે ટ્રોલર્સના ટાર્ગેટ પર આવી ગઈ છે.
તાપસીને ટ્રોલ કરતા એક યુઝર્સે લખ્યું કે, શરમજનક છે તાપસી. એકદમ બકવાસ, કોઈ પણ ધર્મનું સિંબલ આપ કેવી રીતે રજૂ કરવું જોઈએ તે એક સેલિબ્રિટી તરીકે આપને ખબર હોવી જોઈએ. બીજાએ લખ્યું કે, આવા વલ્ગર ફોટો સાથે માતા લક્ષ્મીનો હાર પહેરેલો છે, તને શરમ જેવું કંઈ છે કે નહીં. એક યુઝર્સે લખ્યું કે, સાચી વાત, વલ્ગર ફોટોમાં માતા લક્ષ્મીનું અપમાન છે આ. તો વળી અન્ય એક યુઝર્સે લખ્યું કે, શું બકવાસ છે આ, આવા કપડા પહેરીને જ્વેલરીમાં ભગવાનને સામેલ કરવા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર