Home /News /entertainment /

તાપસી પન્નુ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ, કહ્યું કે મારી સાથે સભ્યતાથી વાત કરો, બૂમો કેમ પાડો છો

તાપસી પન્નુ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ, કહ્યું કે મારી સાથે સભ્યતાથી વાત કરો, બૂમો કેમ પાડો છો

એક્ટ્રેસ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની અપકમિંગ ફિલ્મ 'દોબારા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે મૂવીની પ્રમોશન ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી અને ઝઘડો કર્યો હતો.

    બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની અપકમિંગ ફિલ્મ 'દોબારા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સોમવારે મૂવીની પ્રમોશન ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી અને ઝઘડો કર્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    તાપસી પન્નુનો વીડિયો વાયરલ

    તાપસી પન્નુ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ફિલ્મ પ્રમોટ કરવા આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાપસી ઈવેન્ટમાં મોડી પહોંચી હતી. ફોટોગ્રાફર્સ લાંબા સમયથી રાહ જોતા હતા. એક્ટ્રેસ જ્યારે કોલેજ આવી ત્યારે તેણે ફોટો આપવાની ના પાડી દીધી હતી. પછી ફોટોગ્રાફર્સે ફરિયાદ કરી તો તે ભડકી ગઈ હતી. તાપસી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વગર જ સીધી અંદર જતી રહી હતી. પાછળ ફોટોગ્રાફર્સ તેના નામની બૂમો પાડીને ફોટો ક્લિક કરાવવાનું કહે છે.




    ફોટોગ્રાફર્સ તાપસીને એમ પણ કહે છે કે તે ઈવેન્ટમાં મોડી આવી છે અને તેઓ ક્યારના રાહ જોઈને ઊભા છે. આ વાત પર તાપસી નારાજ થઈ જાય છે અને ચોખવટ કરે છે. તાપસી કહે છે કે તેને જેટલા વાગ્યાનો કોલ ટાઈમ આપ્યો હતો તેટલા વાગે તે આવી છે. આ દલીલો દરમિયાન તાપસી ગુસ્સે થઈ જાય છે. એક્ટ્રેસ એક ફોટોગ્રાફરને તેની સાથે સભ્યતાથી વાત કરવાનું કહે છે.

    તાપસીએ શું કહ્યું?

    તાપસીએ કહ્યું હતું, 'મને જે કહેવામાં આવ્યું તે હું કરું છું. તમે મારી પર કેમ બૂમો પાડો છો? મારી સાથે સભ્યતાથી વાત કરો. હું મારું કામ કરી રહી છું. મને જ્યાં બોલાવવામાં આવે છે, ત્યાં હું સમયસર જ જાઉં છું. તમે મારી સાથે સભ્યતાથી વાત કરશો તો હું પણ સભ્યતાથી વાત કરીશ.' આ દરમિયાન તાપસીની ટીમ તેને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તાપસી ફોટોગ્રાફરને કહે છે, 'કેમેરો તો મારી પર છે, તો મારી જ બાજુ દેખાશે. કેમેરો તમારી પર હોત તો ખબર પડત કે તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો.' છેલ્લે તાપસી હાથ જોડીને કહે છે, 'તમે જ હંમેશાં સાચા છો, એક્ટર હંમેશાં ખોટા હોય છે.'

    હવે તાપસીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ 'દોબારા'ની વાત કરીએ તો એક્ટ્રેસ તેને લઈને ઘણી એક્સાઈટેડ છે. ફિલ્મને અનુરાગ કશ્યપે ડાયરેક્ટ કરી છે. મૂવી 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Paparazzi, Taapsee pannu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन