Home /News /entertainment /

બે ચોટલીવાળી આ છોકરીને ઓળખો તો ખરા, આજે બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક છે

બે ચોટલીવાળી આ છોકરીને ઓળખો તો ખરા, આજે બોલિવૂડની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક છે

તાપસી પન્નુ બાળપણનો ફોટો

તાપસી પન્નુની બાળપણની તસવીર (taapsee pannu childhood photo) છે. તાપસી તેના સ્કૂલના દિવસોથી જ ટોપર રહી છે. સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પહેલા નંબરે રહેતી તાપસી તેના હાથમાં ઇનામ સાથે હસતી જોવા મળી રહી છે.

    બોલિવૂડની ઘણી અભિનેત્રી (Bollywood Actress) ઓ અને કલાકારોની બાળપણની તસવીરો (Bollywood Childhood Photos) સામે આવતી રહે છે. અમુકને ઓળખવું સહેલું છે કારણ કે યુવાનીમાં પણ બાળપણની ઝલક જોવા મળે છે, જ્યારે અમુકમાં એટલો બદલાવ આવી ગયો છે કે, ઓળખવા મુશ્કેલ છે. આ દિવસોમાં, સોશિયલ મીડિયાના યુગમાં, ચાહકો તેમના પ્રિય કલાકારો વિશે બધું જાણવાની કોશિશમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં એક અભિનેત્રીની બાળપણની તસવીર (Childhood Photo) સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સ્કૂલ યુનિફોર્મમાં નંબર વન પર ઈનામ લેતી જોવા મળેલી આ છોકરીને ઓળખવી મુશ્કેલ છે.

    તમે આ છોકરીને ઓળખો છો?

    હાલના દિવસોમાં બોલિવૂડ સેલેબ્સના બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આવા ઘણા બાળકોની તસવીરો પણ સામે આવી રહી છે, જેણે એક ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને હવે મોટી થઈ ગઈ છે. આ સિવાય બોલિવૂડની ઘણી જાણીતી હસ્તીઓની બાળપણની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં દેખાતી છોકરી હવે મોટી થઈ ગઈ છે અને તેણે 'પિંક'થી લઈને 'રશ્મિ રોકેટ' જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવી દીધો છે.

    બાળપણથી જ ઝડપથી દોડે છે

    કદાચ તમે હવે ઓળખી ગયા હશો, જો તમે હજુ ન ઓળખી હોવ તો તમને જણાવી દઈએ કે, આ તાપસી પન્નુની બાળપણની તસવીર (taapsee pannu childhood photo) છે. તાપસી તેના સ્કૂલના દિવસોથી જ ટોપર રહી છે. સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પહેલા નંબરે રહેતી તાપસી તેના હાથમાં ઇનામ સાથે હસતી જોવા મળી રહી છે. તાપસીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બાળપણનો આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા તાપસીએ લખ્યું છે કે, 'નાનપણથી જ ખૂબ ઝડપથી દોડે છે'.

    તાપસી પન્નુ


    ફેન્સ તેમની પુત્રીને તાપસી પન્નુ જેવી બનાવવા ઈચ્છે છે

    ફેન્સ તાપસીના આ ફોટાના જોરદાર વખાણ કરી રહ્યા છે. એકે તો તેના જૂતાની ફીત બાંધવાની રીતની પણ પ્રશંસા કરી. એક ફેન્સ તેનો એટલો મોટો ચાહક છે કે, તેણે લખ્યું હતું કે 'Qt pie બિલકુલ મારી દીકરી જેવી છે, હું ઈચ્છું છું કે, મારી દીકરી તમારા જેવી સફળ બને, તમારા સ્વભાવ જેવી અને તમારા જેવી શાનદાર હોય.. તમને શુભકામનાઓ'. એકે લખ્યું 'ક્યા બાત હૈ છોકરી બાળપણથી જ પ્રતિભાશાળી છે'.

    આ પણ વાંચોRepublic Day 2022 : સાઉથની શાનદાર આ 5 ફિલ્મો જોઈને આવી જશે દેશભક્તિનો જોશ, જુઓ લિસ્ટ

    તાપસી પન્નુ માટે સારા સમાચાર છે

    તાપસી પન્નુ (taapsee pannu) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ એક્ટ્રેસ માનવામાં આવે છે. ટૂંક સમયમાં જ તેની ફિલ્મ 'લૂપ લપેટા' રિલીઝ થવા જઈ રહી છે. મજબૂત અને સ્પષ્ટવક્તા અભિનેત્રીને તેની ફિલ્મ 'હસીન દિલરૂબા'ના કારણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા 2021ની શ્રેષ્ઠ મહિલા અભિનેત્રીની યાદીમાં સામેલ કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood News in Gujarati, Tapsee Pannu

    આગામી સમાચાર