Home /News /entertainment /

તાપસી પન્નુ રિપોર્ટર પર ગુસ્સે થઈ કહ્યું, ‘બૂમો ના પાડો’, પછી કહેશો કે એક્ટર્સમાં નમ્રતા જેવું કંઈ છે જ નહીં

તાપસી પન્નુ રિપોર્ટર પર ગુસ્સે થઈ કહ્યું, ‘બૂમો ના પાડો’, પછી કહેશો કે એક્ટર્સમાં નમ્રતા જેવું કંઈ છે જ નહીં

તાપસી પન્નુ રિપોર્ટર પર ગુસ્સે થઈ

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ એક વખત ફરીથી મીડિયા પર ગુસ્સે થઈ. આ વખતે તાપસી પન્નુ એક રિપોર્ટર પર ગુસ્સે થઈ છે. એક્ટ્રેસના ગુસ્સાનું કારણ રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલો એક સવાલ છે. જેને સાંભળી તાપસી પન્નુ ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ.

    જાણો સમગ્ર મામલો

    તપાસી OTT પ્લે અવૉર્ડસ 2022માં આવી હતી. રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાપસીને ફિલ્મ 'દોબારા'ને મળેલા નેગેટિવ રિવ્યૂ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ સાંભળીને તપાસીએ કહ્યું હતું કે કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નથી? રિપોર્ટર પોતાની વાત કરે તે પહેલાં જ તાપસીએ સવાલ કર્યો હતો, 'તમે મારી વાતનો જવાબ આપો, હું તમારા સવાલનો જવાબ આપીશ. કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નહોતું. પછી રિપોર્ટરે કહ્યું હતું કે ક્રિટિક્સે પણ નેગેટિવ વાતો કહી હતી અને નેગેટિવ કેમ્પેઇન ચલાવ્યું હતું.

    રિપોર્ટરના સવાલથી એક્ટ્રેસ ગુસ્સે થઈ

    આ વાત સાંભળીને તાપસી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં કહ્યું હતું, 'તમે સવાલ પૂછતા પહેલાં હોમવર્ક કરો. હવે જ્યારે પણ મને સવાલ પૂછો ત્યારે રિસર્ચ કરીને આવજો. પછી આ જ લોકો કહે છે કે એક્ટર્સમાં વિવેક નથી. બૂમો ના પાડો.' તાપસીનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને એરોગન્ટ કહી હતી. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે તાપસી હંમેશાં કેમ ગુસ્સામાં રહે છે?

    'દોબારા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી

    OTT પ્લે અવૉર્ડમાં તપાસીને 'દોબારા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. તપાસીને વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'એલિયન', 'બ્લર', 'વો લડકી હૈ કહાં'માં જોવા મળશે. તાપસી પન્નુ પહેલી જ વાર શાહરુખ ખાન સાથે 'ડંકી'માં કામ કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Taapsee pannu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन