તાપસી પન્નુ આપશે નવા ટેલેન્ટને તક, પ્રોડક્શન હાઉસ Outsiders Films કર્યું લોન્ચ

 • Share this:
  મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ તાપ્સી પન્નુ (Taapsee Pannu) હવે માત્ર એક અભિનેત્રી જ નહીં પણ નિર્માતા બની ગઈ છે. એક દાયકાથી વધુ સમય બોલિવૂડમાં (Bollywood) કામ કર્યા પછી, હવે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં નવી પ્રતિભાને તક આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. તાપસીએ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે. પ્રાંજલ ખંધડિયા (Pranjal Khandhdiya) સાથે મળીને આજે તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ 'આઉટસાઇડર્સ ફિલ્મ્સ' (Outsiders Films) શરૂ કરી છે.

  તપસી પન્નુએ 'સુપર 30', 'પીકુ', 'સોરમા' જેવી ઘણી ફિલ્મોના નિર્માણ કરનારી પ્રાંજલ સાથે હાથ મિલાવ્યો છે. પ્રાંજલ છેલ્લા બે દાયકાથી કંટેન્ટ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા છે. આ ખુશખબર શેર કરતાં તેણે કહ્યું, 'ગયા વર્ષે જ્યારે આ ભારતીય ફિલ્મ ઉદ્યોગના સપનામાં ડૂબતા મને એક દશક થયો હતો, ત્યારે મને ક્યારેય ખબર નહોતી કે, હું ફક્ત તરી જ નહીં, પણ ખરેખર મારી રીતે તરવાનું શીખીશ. કોઈ વ્યક્તિ જેમણે ક્યારેય જાહેર હસ્તી બનવાનું સ્વપ્ન નથી જોયું.  તાપ્સી પન્નુ તે પ્રતિભાઓને સશક્ત બનાવવા માંગે છે જે સફળતાની શોધમાં છે અને તેની જેમ, જેમની પાસે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ નથી. પ્રોડક્શનના નામ અંગે તેમણે કહ્યું કે, 'પ્રાંજલ અને મારું ખૂબ જ સરળ બેકગ્રાઉન્ડ છે. તેથી જ અમને 'આઉટસાઇડર્સ ફિલ્મ્સ' નામ ગમ્યું.  વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તાપ્સી, લૂપ લપેટા, રશ્મિ રોકેટ, દોબારા, એક સાઉથની ફિલ્મ, શાબાશ મિથુ સાથે સ્ક્રીન પર જોવા મળશે.


  આ પ્રોડક્શન હાઉસ ઉપરાંત તાપ્સીની વેડિંગ પ્લાનિંગ કંપની અને 7 એસિસ પૂના નામની બેડમિંટન ટીમ પણ છે.
  Published by:Kaushal Pancholi
  First published: