VIDEO: તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની 'સાંડ કી આંખ'નું ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: September 23, 2019, 5:12 PM IST
VIDEO: તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની 'સાંડ કી આંખ'નું ટ્રેલર રિલીઝ
સાંડ કી આંખ

તાપસી (Taapsee Pannu) અને ભૂમિ (Bhumi Pednekar) બંને જ એવી ઍક્ટ્રેસ છે જેમને હમેશાં જ તેમની પરફૉર્મન્સથી દર્શકોનાં દિલ જીતી લીધા છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: તાપસી (Taapsee Pannu) અને ભૂમિ (Bhumi Pednekar)ની ફિલ્મ 'સાંડ કી આંખ' (Saand Ki Aankh)નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. બૉલિવૂડ ઍક્ટ્રેસ તેનાં કિરદાર માટે કંઇપણ કરી શકે છે. હાલમાં
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ગત ફિલ્મમાં જે ગ્લેમરસ અવતારમાં હતાં તે હવે 60 વર્ષની ઘરડીનાં દેસી અંદાજમાં નજર આવે છે. કંઇક એવું જ આપને આ ફિલ્મનાં ટ્રેલરમાં જોવા મળશે.

તુષાર હીરાનંદાનીનાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વિનીત સિંહ અને પ્રકાશ ઝા પણ નજર આવ છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થવાની છે. તાપસી અને ભૂમિ બંને જ એવી ઍક્ટ્રેસિસ છે જેમણે હમેશાં તેમનાં પરફોર્મન્સથી દર્શકોનું દિલ જીતી લીધું છે.



તાપસનીની 'પિંક', 'મુલ્ક', 'બેબી', 'નામ શબાના' હોય કે હાલમાં આવેલી 'બદલા' અને 'મિશન મંગલ' હોય. કે પછી ભૂમિ પેડનેકરની 'દમ લગા કે હઇશા', 'ટૉયલેટ' અને 'શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મો હોય.

હવે તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરની 'સાંડની આંખ' ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ દિવાળી સમયે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનાં ટ્રેલરથી તે ઘણી દમદાર લાગે છે. અને ફૅન્સને પણ તેનાંથી ઘણી જ આશા છે.આ ફિલ્મ શૂટર ચંદ્રો અને પ્રકાશી તોમરનાં જીવન પર આધારિત છે. ફિલ્મની શૂટિંગ ફેબ્રુઆરીમાં બાગપતમાં શરૂ થઇ હતી. ફિલ્મનો કેટલોંક ભાગ હસ્તિનાપુર અને મવાનામાં ફિલ્માવવામાં આવશે. શરૂઆતમાં ફિલ્મનું નામ 'વુમનિયા' નક્કી કરવામાં આવ્યું હતું. પણ ટાઇટલ પર કાયદાકિય અધિકાર અને વિવાદ થઇ રહ્યાં હતાં. આ ટાઇટલનાં રાઇટ્સ પ્રીતીશ નંદી કોમ્યુનિકેશન્સની પાસે છે જે બાદ ફિલ્મનું નામ બદલીને 'સાંડ કી આંખ' કરવામાં આવ્યું હતું.
First published: September 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading