Home /News /entertainment /Swayamvar- Mika Di Vohti: દુબઇમાં કરી શકે છે મિકા તેની ડ્રિમ ગર્લને પ્રપોઝ, જુઓ શું છે મેકર્સનું પ્લાનિંગ
Swayamvar- Mika Di Vohti: દુબઇમાં કરી શકે છે મિકા તેની ડ્રિમ ગર્લને પ્રપોઝ, જુઓ શું છે મેકર્સનું પ્લાનિંગ
દુબઇમાં પોતાની ડ્રિમ ગર્લને કરશે મિકા પ્રપોઝ
Swayamvar Mika Di Vohti: મીકા સિંહે (Mika Singh) તેની 'વોટી' માટે સૌથી રોમેન્ટિક પ્રપોઝલ અંગે વિચાર્યું છે. સોર્સિની માનીયે તો, આ પ્રપોઝલ ખુબજ ગ્રાન્ડ રહેશે. કારણ કે તે, અહીં ક્યાય નહીં પણ દુબઈમાં (Mika propose his bride in Dubai) કરવામાં આવશે. એ પણ દુબઇના એટલાન્ટિસ પાસે પામ બીચનાં પ્રાઇવેટ બીચ પર તે તેની ડ્રિમ ગર્લને પ્રપોઝ કરશે. પ્રિય સિંગર મીકા સિંઘનું કહેવું છે કે, યુવતીઓને આકર્ષિત કરવું ક્યારેય સરળ હોતું નથી તેથી તેની ગમતી યુવતી માટે ખાસ કેન્ડલ લાઇટ ડિનર, રોઝ અને જ્વેલરી પણ આપવામાં આવશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રિયાલિટી ટીવી શો 'સ્વયંવર- મિકા દી વોટી' (Swayamvar- Mika Di Vohti) એ મિકા સિંહનાં ફેન્સ ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. પંજાબી સ્ટાર, મીકા સિંહ, (Mika Singh) પોતાના માટે કન્યા પસંદ કરવા અને અંતે લગ્ન કરવા માટે એક ભવ્ય શોનું આયોજન કરી રહ્યો છે. રિયાલિટી શોમાં તેના દિલની રાણી બનવા માટે 12 ઘણી છોકરીઓ ભાગ લેશે. મીકા સિંહને તેના માટે યોગ્ય પાત્ર પસંદ કરવા માટે તેના ખાસ મિત્રો દ્વારા મદદ કરવામાં આવશે. દર્શકો માટે આ શોનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે.
ભવ્ય સેટથી લઈને રોયલ ઈન્ટિરિયર્સ સુધી, મિકાએ યાદ રાખવા જેવી ઘટના, સ્વયંવર બનાવવા માટે કોઈ કસર છોડી નથી. નવીનતમ અપડેટ્સ મુજબ, મિકાએ તેની દુલ્હનને કેવી રીતે પ્રપોઝ કરવું તે પણ નક્કી કર્યું છે, અને તૈયારીઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે.
મીકા સિંહે તેની 'વોટી' માટે સૌથી રોમેન્ટિક પ્રપોઝલ અંગે વિચાર્યું છે. સોર્સિસની માનીયે તો, આ પ્રપોઝલ ખુબજ ગ્રાન્ડ રહેશે. કારણ કે તે, અહીં ક્યાય નહીં પણ દુબઈમાં કરવામાં આવશે. એ પણ દુબઇના એટલાન્ટિસ પાસે પામ બીચનાં પ્રાઇવેટ બીચ પર તે તેની ડ્રિમ ગર્લને પ્રપોઝ કરશે. પ્રિય સિંગર મીકા સિંઘનું કહેવું છે કે, યુવતીઓને આકર્ષિત કરવું ક્યારેય સરળ હોતું નથી તેથી તેની ગમતી યુવતી માટે ખાસ કેન્ડલ લાઇટ ડિનર, રોઝ અને જ્વેલરી પણ આપવામાં આવશે.
શો 'સ્વયંવર - મિકા દી વોટી' ટૂંક સમયમાં તેના લોન્ચ માટે આગળ વધી રહ્યો છે. મીકા સિંઘ તેના જીવનસાથીની પસંદગી કરશે અને સુપરસ્ટાર સિંગર મિંકાસિંહનાં જીવન સફરમાં તેનાં ફેન્સ પર સાક્ષી બનશે. સ્વયંવર - મિકા દી વોટી 19મી જૂને રાત્રે 8 વાગ્યે સ્ટાર ભારત પર લૉન્ચ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર