Home /News /entertainment /ભારતને ફેક્ટથી એલર્જી છે.... સ્વરા ભાસ્કરે સેન્સરબોર્ડ પર ઉઠાવ્યા સવાલ! 'ભીડ'ના કટ સીન્સ પર કરી આ વાત
ભારતને ફેક્ટથી એલર્જી છે.... સ્વરા ભાસ્કરે સેન્સરબોર્ડ પર ઉઠાવ્યા સવાલ! 'ભીડ'ના કટ સીન્સ પર કરી આ વાત
ઈન્ડિયાને ફેક્ટથી એલર્જી છે...!
ડિરેક્ટર અનુભવ સિન્હાની ભીડ આજે 24 માર્ચને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝની સાથે જ હાઇલાઈટ્સ થઈ રહી છે. સ્વરા ભાસ્કરે પણ તેના પર ટ્વિટ કરી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ ડિરેક્ટર અનુભવ સિન્હાની વિવાદોથી ભરેલી ફિલ્મ 'ભીડ' 24 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી છે. સ્વરા ભાસ્કરે ફિલ્મના કટ શોટ્સને લઈને એક ટ્વિટ કરી છે, જે ખૂબ જ વાયરલ થી રહી છે. જુઓ સ્વરાએ શું કહ્યુ?
સ્વરા ભાસ્કરે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર પણ આ ટ્વિટ શેર કરી છે. આ ટ્વિટમાં તેણે ફિલ્મના ટ્રેલર રિલીઝ તયા બાદ થયેલા હોબાળા બાદ જે સીન્સ કટ કરવામાં આવ્યા છે તેના પર નિશાન સાધ્યુ છે. સ્વરાએ ટ્વિટમાં સેન્સરબોર્ડ પર પણ સવાલ ઉઠાવ્યાં છે. તેણીએ કહ્યુ, 'ઈન્ડિયાને ફેક્ટથી એલર્જી છે.' સ્વરાની આ પોસ્ટ બાદ લોકોએ પણ વિવિધ પ્રકારે પોતાના રિએક્શન આપ્યા છે.
એક યુઝરે સ્વરાના ટ્વીટ પર રિપ્લાઈ આપતા કહ્યુ કે, મેકર્સને ઓટીટી પર કોઈ સીન્સ કટ કર્યા વિના ફિલ્મને રિલીઝ થવા દો. વળી અન્ય એક યુઝરે સ્વરા પર નિશાન સાધતા કહ્યુ કે, 'જ્યારે દેશથી આટલી બધી નફરત છે તો અહીંથી જતી કેમ નથી રહેતી' આ સિવાય ઘણા લોકોએ આ ટ્વિટને સ્વરાનો નવો પ્રોપોગેન્ડા પણ કહ્યુ.
જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે આ અરુણ દીપ નામના કોઈ વ્યક્તિની ટ્વિટ પર રિપ્લાઈ આપતા વખતે ટ્વિટ કર્યુ છે. જેના પર સ્વરાનો રિપ્લાઈ આપ્યો છે જે ટ્વિટમાં ભીડના તમામ તે સીન્સની વાત કરેલી છે જેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે. શેર કરેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક સર્ટિફિકેટ ડિટેલની કૉપી છે જેમાં 13 સીન્સ કટ થયાની વાત છે. જેમાં પીએમ મોદીની સ્પીચથી લઈને કોરોના કાળની તુલના આઝાદીના સમયથી કરવામાં આવી હતી. તે તમામ વાતનો ઉલ્લેખ કરેલો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર