Home /News /entertainment /

કેટલાક એક્ટરો વિપક્ષના પ્રચારમાં લીન : અનુપમ ખેર; આ જ લોકશાહી છે : સ્વરા

કેટલાક એક્ટરો વિપક્ષના પ્રચારમાં લીન : અનુપમ ખેર; આ જ લોકશાહી છે : સ્વરા

અનુપમ ખેર બોલ્યા, વિપક્ષ માટે કેમ્પેઇન કરી રહ્યાં છે કેટલાંક એક્ટર, સ્વરાએ જવાબ આપ્યો- તેને ડેમોક્રેસી કહેવાય છે હાલમાં જ થિએટર અને સિનેમાથી જોડાયેલાં 600થી વધુ કલાકારોએ જનતાનાં નામે એક ખુલો પત્ર લખ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપવાની અપીલ કરી છે.

અનુપમ ખેર બોલ્યા, વિપક્ષ માટે કેમ્પેઇન કરી રહ્યાં છે કેટલાંક એક્ટર, સ્વરાએ જવાબ આપ્યો- તેને ડેમોક્રેસી કહેવાય છે હાલમાં જ થિએટર અને સિનેમાથી જોડાયેલાં 600થી વધુ કલાકારોએ જનતાનાં નામે એક ખુલો પત્ર લખ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપવાની અપીલ કરી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લોકસભા ચૂંટણીનાં પહેલા ચરણનાં મતદાનમાં હવે ગણતરીનાં જ દિવસ બાકી છે. એવામાં રાજનીતિ ચરમસીમા પર છે. નેતાઓ સતત દલની અદલ-બદલની રાજનીતિ કરી રહ્યાં છે એવામાં બોલિવૂડની હસ્તિઓ પણ ક્યાં બાકી રહેવાની હતી. બોલિવૂડ સેલિબ્રિટીઝ ખુલીને પોતાનો મત સ્પષ્ટ કર્યો છે તે તેમની પસંદથી રાજકીય દળ અને નેતાઓનું કેમ્પેનિંગ અને સ્પોર્ટ કરી રહ્યાં છે. કેટલાંક સ્ટાર સોશિયલ મીડિયા પર તેમની પસંદનાં નેતાઓનું ખુલીને સમર્થન કરે છે તો કેટલાંક તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.

    હાલમાં જ થિએટર અને સિનેમાથી જોડાયેલાં 600થી વધુ કલાકારોએ જનતાનાં નામે એક ખુલો પત્ર લખ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપવાની અપીલ કરી છે.

    હાલમાં જ અનુપમ ખેરે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં લખ્યુ છે કે, 'મારી ફર્ટિનિટીનાં કેલાંક લોકોએ સંવૈધાનિક રૂપથી ચૂંટાયેલી સરકારને આવનારી ચૂંટણીમાં વોટ ન આપવાની અપીલ કરી છે. બીજા શબ્દોમાં તે વિપક્ષનાં સમર્થનમાં કેમ્પેઇન કરી રહ્યાં છે. સારુ છે ત્યાં તો કોઇ બહાનું નથીને.. '





    જેના જવાબમાં સ્વરા ભાસ્કરે ટ્વિટ કરી છે- જી હાં તેને ડેમેક્રેસી કહેવાય છે સર

    સ્વરાનાં જવાબમાં અનુપમ ખેરે લખ્યુ કે, 'સહમત છુ, અન્યનાંઆમ કરવા પર તેને અસહિષ્ણુ ન કહેવામાં આવે. જય હો અને જય હિંદ'





    તો આ મામલે અનુપમની ટ્વિટ પર સોની રાઝદાને લખ્યું છે કે, 'અનુપમ જો આપ હાલની સરકારથી સહમત થઇ શકો છો તો આપને કેમ લાગે છે કે અન્ય કંઇક અલગ કરી રહ્યાં છે.' સોનીને જવાબ આપતાં અનુપમ ખેરે લખ્યુ કે, 'પ્રિય, સોની આ ફક્ત ઓબ્ઝર્વેશન છે, કોઇ ફરિયાદ નથી.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Loksabha Elections, Soni razdan, Swara bhaskar, TWEETER, અનુપમ ખેર, હુમલો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन