Home /News /entertainment /Video: લગ્ન બાદ પોતાની વિદાયમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી સ્વરા ભાસ્કર, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ઇમોશનલ
Video: લગ્ન બાદ પોતાની વિદાયમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી સ્વરા ભાસ્કર, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ઇમોશનલ
એક્ટ્રેસ લગ્ન પછી ઘર છોડતી વખતે ખૂબ જ ઇમોશનલ જોવા મળી.
Swara Bhasker Vidai Video : બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના લગ્ન બાદ વિદાય સેરેમનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ખૂબ રડતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ વારંવાર તેના આંસુ લૂછી રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે (Swara Bhasker) તાજેતરમાં સમાજવાદી પાર્ટીના યુવા નેતા ફહાદ અહેમદ (Fahad Ahmad) સાથે લગ્ન કર્યા છે. બંનેએ 13 માર્ચે તેમના હોમ ટાઉન દિલ્હીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. સ્વરા અને ફહાદના લગ્ન અને રિસેપ્શનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સ્વરા ભાસ્કરની વિદાયના સમયનો છે, જેમાં એક્ટ્રેસ લગ્ન પછી ઘર છોડતી વખતે ખૂબ જ ઇમોશનલ જોવા મળે છે. વીડિયોમાં તે વારંવાર પોતાના આંસુ લૂછતી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે એક્ટ્રેસ સ્વરા ભાસ્કરના મિત્રએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક્ટ્રેસની વિદાયનો વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ તેના પતિ ફહાદ અહેમદની બાજુમાં ઉભી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પિંક કલરનો લહેંગા પહેર્યો છે. જેની સાથે તેણે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી છે. તે રડતી જોવા મળે છે. વીડિયોમાં તેની સાથે ભાઈ ઈશાન ભાસ્કર અને માતા ઈરા ભાસ્કર પણ જોવા મળી રહ્યા છે.
વીડિયો શેર કરતા સ્વરા ભાસ્કરના મિત્રએ લખ્યું કે સ્વરા ભાસ્કરની વિદાયનો સમય આપણા બધા માટે ભાવનાત્મક અને અભિભૂત કરી દેનારી ક્ષણ હતી. તેના મિત્રે કેપ્શનમાં એમ પણ કહ્યું કે સ્વરાની વિદાય સમયે તેના પિતા સી ઉદય ભાસ્કરે પોતાને વીડિયોની ફ્રેમથી દૂર કરી દીધા હતા.
આ ટ્વીટ પર રિએક્શન આપતા સ્વરાના પિતા સી ઉદય ભાસ્કરે લખ્યું, 'આ માર્મિક ક્ષણ શેર કરવા બદલ આભાર. સ્વરાના લગ્ન થઇ ગયા છે. હા, કોમોડોર પાસે ફ્રેમની બહાર રહેવાનું સારું કારણ હતું. હકીકતમાં એક ખડૂસ પિતા માટે તે ખરેખર ભાવનાત્મક ક્ષણ હતી. અમારી પ્રિય સ્વરાને વિદાય.
ઉલ્લેખનીય છે કે, સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આ પછી બંનેએ ફરીથી લગ્ન કર્યા છે. સ્વરાના પતિ ફહાદ અહેમદ સમાજવાદી પાર્ટીની યુથ વિંગનો પ્રેસિડેંટ છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીથી લઈને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ કપલના લગ્નમાં સામેલ થયા હતા. આ સિવાય જયા બચ્ચને ફહાદ અને સ્વરાના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન માસ્કમાં એન્ટ્રી લેવાને કારણે તેમને ઘણા ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર