Home /News /entertainment /

Bigg Bossના એક્સ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમનું નિધન,15 દિવસ પહેલા આવ્યો હતો પેરાલિસિસ અટેક

Bigg Bossના એક્સ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમનું નિધન,15 દિવસ પહેલા આવ્યો હતો પેરાલિસિસ અટેક

ફાઇલ તસવીર

. તેમને ત્રણ મહિના પહેલા કોરોના (coronavirus) થયો હતો. જે બાદ તેમને પેરાલિસિસ (Paralysis) થયો હતો.

    મુંબઇ: બિગ બોસની (Bigg Boss) સિઝન 10માં સ્પર્ધક તરીકે આવેલા વિવાદાસ્પદ સ્વામી ઓમનુ (Swami Om) નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા ત્રણેક મહિનાથી બીમાર હતા. તેમણે ગાઝિયાબાદના પોતાના ઘરે- લોની સ્થિત ડીએલએફ અંકુર વિહારમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમને ત્રણ મહિના પહેલા કોરોના (coronavirus) થયો હતો. જે બાદ તેમને પેરાલિસિસ (Paralysis) થયો હતો.

    પેરાલિસિસ બાદ તબિયત વધારે બગડી હતી

    તેમનુ મૂળ નામ વિવેકાનંદ ઝા હતુ. તેમને ત્રણ મહિના પહેલા કોરોના થયો હતો.એ પછી એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી.આજે તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના નિધનથી ઘણા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા છે.સ્વામી ઓમને પંદર દિવસ પહેલા પેરાલિસિસનો એટેક પણ આવ્યો હતો.એ પછી તેમની તબિયત વધારે લથડી હતી. સ્વામી ઓમનો અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ પર કરવામાં આવ્યો છે.

    અમદાવાદ: બ્રેઇન ડેડ જાહેર થયેલા 42 વર્ષના ધર્મેશભાઇના લીવર,કિડની,આંખો દાનમાં અપાતા ચાર લોકોને મળ્યું નવજીવન

    સ્વામીને ઘણી અશક્તિ આવી હતી

    ડીએનએની ખબર પ્રમાણે, તેમના મિત્ર મુકેશ જૈનના દીકરા અર્જુન જૈને જણાવ્યું કે, સ્વામી ઓમ (Swami Om)નો 3 મહિના પહેલા કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. લકવાગ્રસ્ત થયા પછી તેને ચાલવામાં ઘણી તકલીફ થવા લાગી. કોરોનાથી પીડિત સ્વામી ઓમ સાજા થયા હતા, પરંતુ તેમનું શરીર નબળું પડી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે લકવાગ્રસ્ત થયા પછી સ્વામી ઓમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

    આદુની આડઅસર? ફાયદાકારક જ નહિ અમુક વખત નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે આદુ



    અનેક વિવાદોમાં તેમનું નામ જોડાયુ હતુ

    સ્વામી ઓમનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું છે. એક સમયે કોંગ્રેસના સમર્થક એવા સ્વામી ઓમ 1972માં સાધુ બન્યા હતા. 2017માં પ્રાઈવસીના એક કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. બિગ બોસના કારણે સ્વામી ઓમ વધારે ચર્ચામાં આવ્યા હતા. તેમને બિગ બોસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એ પછી એક ચેનલમાં ડિબેટ દરમિયાન સ્વામી ઓમને એક મહિલાએ થપ્પડ મારી હતી અને બદલામાં સ્વામીએ પણ મહિલાને મારી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bigg Boss, બોલીવુડ, મુંબઇ, સલમાન ખાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन