Home /News /entertainment /'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લેખકે સિરિયલ વિશે કહી મોટી વાત! શું TMKOC ની વેબસિરીઝ બનશે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના લેખકે સિરિયલ વિશે કહી મોટી વાત! શું TMKOC ની વેબસિરીઝ બનશે?

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરીયલના લેખક અબ્બાસ હીરાપુરવાલાએ કહી મોટી વાત

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરીયલના રાઈટર અબ્બાસ હીરાપુરવાલા (abbas hirapurwala) એ સિરીયલને લઈ શું કહ્યું?

    swa awards 2022 : લાંબા સમયથી ચાલતી ટીવી સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah), જેણે તેના સૌથી વધુ એપિસોડના કારણે ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં નામ મેળવ્યું છે, તે ટીવી ઈતિહાસમાં 14 વર્ષથી સૌથી લાંબી ચાલી આવતી ટીવી સીરીયલ છે. તેના લેખક અબ્બાસ હીરાપુરવાલા (abbas hirapurwala) એ આ મામલે કહી મોટી વાત.

    હા, SWA એટલે કે સ્ક્રીન રાઈટર્સ એસોસિએશન એવોર્ડની જ્યુરી પ્રેસ મીટમાં જ્યારે અબ્બાસ હીરાપુરવાલાને પૂછવામાં આવ્યું કે, આ સમયે જ્યાં OTT પર ઘણી બધી વેબ સિરીઝ છે ત્યાં 'તારક મહેતા' જેવા મોટા શોને વેબ સિરીઝની દુનિયામાં લાવવામાં આવશે? આ સવાલના જવાબમાં અબ્બાસે કહ્યું, 'મને નથી લાગતું કે, સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વેબ સિરીઝના રૂપમાં પીરસવામાં આવશે, કારણ કે અમે આટલી મોટી સિરિયલ આ ફોર્મમાં વધારે બતાવી શકીશું નહીં.

    વેબ સિરીઝ અને સિરિયલના દર્શકો અલગ-અલગ હોય છે

    તેમણે આગળ કહ્યું, 'વેબ સિરીઝ અને સિરિયલના દર્શકો અલગ-અલગ હોય છે, તે જ્યાં છે ત્યાં બરાબર છે. ગુલાબને ગુલાબની જેમ રહેવા દેવુ જોઈએ, તેને છેડવું ન જોઈએ. તો આવી સ્થિતિમાં મને નથી લાગતું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ક્યારેય વેબ સિરીઝના રૂપમાં આવશે.

    આ પણ વાંચોVaani kapoor : વાણી કપૂરે ખૂબ જ હોટ અંદાજમાં આપ્યા પોઝ, બિકીનીમાં દેખાય છે એકદમ મસ્ત

    SWA એવોર્ડ 27 ફેબ્રુઆરીએ આપવામાં આવશે

    તમને જણાવી દઈએ કે, SWA એવોર્ડ એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે પટકથા લેખકો અને તેમની મહેનતને સલામ અને સન્માન આપે છે. આ એવોર્ડ 27 ફેબ્રુઆરીએ આપવામાં આવશે, જ્યાં ફિલ્મ, ટેલિવિઝન, વેબ સિરીઝ અને ગીતો સાથે સંકળાયેલા તમામ મોટા લેખકોને તેમના શ્રેષ્ઠ કામ માટે પુરસ્કાર આપવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Tarak Maheta ka Ulta chasma, TMKOC

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन