મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેનનો (Sushmita Sen) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુષ્મિતા ફોટોગ્રાફરને (Sushmita Sen Opps Moment) પોઝ આપવાનો પ્રયત્ન કરી રહી છે જોકે આ દરમિયાન તે પોતાના ડ્રેસને એડજસ્ટ કરી રહી હોય છે ત્યારે તે લડખડાય છે અને પડતા-પડતા બચે છે. આ દરમિયાન પેપરાજીના કેમેરામાં સુસ્મિતાની Opps Moment કેદ થઇ જાય છે. આ મોમેન્ટ પછી સુસ્મિતા થોડી શરમાઇ જાય છે. જોકે આ પછી પણ તે પેપરાજી માટે ફરી પોઝ આપે છે અને ફોટો ક્લિક કરાવે છે.
આ ઘટના સુસ્મિતા સેન સાથે ત્યારે બની જ્યારે તે મુંબઈના બાંન્દ્રામાં એક શોપમાં પહોંચી હતી. જ્યાં સુસ્મિતાને જોઈને બધા પેપરાજી તેમને ચારેય તરફ ઘેરી લે છે. તમને જણાવી દઈએ કે સુસ્મિતા સેને બોલિવૂડમાં ધમાકેદાર પર્ફોમન્સ પછી તેમણે ગત વર્ષે ક્રાઇમ ડ્રામા સિરીઝ આર્યા (Aarya)દ્વારા ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું.
10 વર્ષના લાંબા ગાળા પછી સુસ્મિતાએ પડદા પર વાપસી કરી હતી અને પોતાની અદાકારીથી લોકોને લુભાવ્યા હતા. હવે તે સિરીઝને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2021માં (International Emmy Awards 2021) નોમિનેશન મળ્યું છે. 22 નવેમ્બરે ન્યૂયોર્કમાં આયોજિત થનાર એક સમારોહ દરમિયાન 2021 આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ નિર્માતા રિચી મેહતાની દિલ્હી ક્રાઇમે નવેમ્બર 2020માં સર્વશ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો એવોર્ડ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે આર્યા લોકપ્રિય ડચ ક્રાઇમ ડ્રામા ‘પેનોજા’નું રિમેક છે. રામ માધવાની અને સંદીપ મોદી દ્વારા નિર્મિત આર્યાએ ગત વર્ષે જૂનમાં રિલીઝ પછી ઘણી પ્રશંસા મેળવી હતી. ટીમ હાલ તેના બીજા સિઝન પર કામ કરી રહી છે. આ સિરીઝમાં સુષ્મિતા સાથે ચંદ્રચુર સિંહ, સિકંદર ખેર, વિકાસ કુમાર સિવાય ઘમા સ્ટાર્સ સામેલ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર