Home /News /entertainment /‘ગોલ્ડ ડિગર’ કહેવા પર સુષ્મિતાએ ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ: આવી માનસિકતા ધરાવતા લોકો...
‘ગોલ્ડ ડિગર’ કહેવા પર સુષ્મિતાએ ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ: આવી માનસિકતા ધરાવતા લોકો...
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને ભૂતપૂર્વ IPL ચેરમેન લલિત મોદી અત્યારે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. આ વાતની જાણકારી મોદીએ પોતે ગુરુવારે એટલે કે 14 જુલાઈએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને ભૂતપૂર્વ IPL ચેરમેન લલિત મોદી અત્યારે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. આ વાતની જાણકારી મોદીએ પોતે ગુરુવારે એટલે કે 14 જુલાઈએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન અને ભૂતપૂર્વ IPL ચેરમેન લલિત મોદી અત્યારે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં છે. આ વાતની જાણકારી મોદીએ પોતે ગુરુવારે એટલે કે 14 જુલાઈએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના પછી બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તે સાથે જ સુષ્મિતાને લોકો ગોલ્ડ ડિગર પણ કહી રહ્યા છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે સુષ્મિતા પૈસા માટે મોદીને ડેટ કરી રહી છે. આ બધા આરોપો પછી સુષ્મિતાએ પોસ્ટ શેર કરી ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
હું સૂર્યની જેમ છું- સુષ્મિતા
સુષ્મિતાએ પોસ્ટ શેર કરી લખ્યું- છેલ્લા કેટલાય દિવસોથી મને ગોલ્ડ ડિગર અને પૈસાની લાલચ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર મને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ મને આ બધા ટ્રોલર્સની કોઈ પરવાહ નથી. મારી પાસે સોનાની નહીં હીરાની પરખ રાખતા ઝવેરીનું હુનર છે. હું સોનાની જગ્યાએ હીરા પસંદ કરવાનું પસંદ કરું છું અને હું હજી પણ મારા માટે ખરીદી શકું છું. કેટલાક બુદ્ધિજીવી મને ગોલ્ડ ડિગર કહે છે, આ તેમની નાની વિચારસરણીને દર્શાવે છે. આ લોકો સિવાય મને મારા ફેન્સ અને ફેમિલીનો સંપૂર્ણ સપોર્ટ છે. હું તમને એ પણ જણાવી દઉં કે તમારી સુષ્મિતા એકદમ બરાબર છે. હું સૂર્યની જેમ છું, જે પોતાના અસ્તિત્વ અને વિવેક માટે હંમેશાં ચમકતો રહે છે.
શું સુષ્મિતા પૈસા માટે મોદીને ડેટ કરી રહી છે- તસલીમા
લલિત મોદી સાથે સુષ્મિતાના સંબંધો પર તસલીમાએ કહ્યું, સુષ્મિતા ખરાબ દેખાતા વ્યક્તિની સાથે સમય પસાર કરી રહી છે, જે ઘણા ક્રાઈમ એક્ટિવિટીઝમાં સામેલ છે. તે વ્યક્તિ ઘણો અમીર છે, તો શું તે પૈસા માટે આ બધું કરી રહી છે. થઈ શકે છે કે તે એ વ્યક્તિને પ્રેમ કરતી હોય, પરંતુ મને વિશ્વાસ નથી થતો કે તે પ્રેમમાં છે. જે લોકો પૈસા માટે પ્રેમ કરે છે, તેમના માટે મારા દિલમાં માન ઓછું થઈ જાય છે.
મોદીએ રિલેશનશિપની જાહેરાત કરી હતી
મોદીએ ગુરુવારે સાંજે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર સુષ્મિતાની સાથે કેટલાક ફોટોઝ શેર કરી પોતાના રિલેશનશિપની ઓફિશિયલ જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કરતા એક્ટ્રેસને પોતાની 'બેટર હાફ' જણાવી હતી. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલ ફોટો પણ ચેન્જ કરી સુષ્મિતાની સાથેનો ફોટો અપલોડ કર્યો છે. બાયોમાં મોદીએ લખ્યું- ફાઈનલી નવી લાઈફની શરૂઆત, પાર્ટનર ઈન ક્રાઈમ, 'માય લવ' સુષ્મિતા સેનની સાથે. મોદીએ તેમાં સુષ્મિતાના ઈન્સ્ટા અકાઉન્ટને ટેગ પણ કર્યું છે.
આ માત્ર અનકન્ડિશનલ પ્રેમ છે
લલિત મોદીના અનાઉન્સમેન્ટના સુષ્મિતાએ ફોટો શેર કરતા લખ્યું- હું ઘણી ખુશ છું. ન તો લગ્ન થયા છે અને ન સગાઈ, માત્ર અનકન્ડિશનલ પ્રેમ છે. મને લાગે છે કે આ સ્પષ્ટતા પૂરતી હશે, હવે પોતાના કામ અને જીવનમાં પાછા આવી જઈએ. હંમેશાં મારી ખુશીમાં સામેલ થવા માટે આભાર અને જે ખુશ નથી તેનાથી તમને કોઈ મતલબ ન હોવો જોઈએ. તમને બધાને ઘણો બધો પ્રેમ.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર