Home /News /entertainment /Taali First Look : પહેલીવાર કિન્નરના રોલમાં જોવા મળશે સુષ્મિતા સેન, એક્ટ્રેસનો દમદાર લુક રિવિલ

Taali First Look : પહેલીવાર કિન્નરના રોલમાં જોવા મળશે સુષ્મિતા સેન, એક્ટ્રેસનો દમદાર લુક રિવિલ

ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે સુષ્મિતા

Sushmita Sen : સુષ્મિતા સેન જલ્દી જ નવી વેબ સીરીઝમાં જોવા મળશે. સોશિયલ મીડિયા પર તેણે તેનું એલાન કર્યુ છે જેમાં તે ટ્રાન્સજેન્ડરના કિરદારમાં જોવા મળશે. સુષ્મિતા સેનનો આ અવતાર જોઇને ફેન્સ ખુશ થઇ રહ્યાં છે.

    Sushmita Sen Taali First Look Out: સુષ્મિતા સેને વર્ષો બાદ વેબ સીરીઝ 'આર્યા'થી રૂપેરી પડદે દમદાર વાપસી કરી છે. આ સીરીઝના બે પાર્ટ રીલીઝ થઇ ચુક્યા છે, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. સાથે જ ત્રીજા પાર્ટની પણ ચર્ચા જોરશોરથી થઇ રહી છે. પરંતુ તેના પહેલા સુષ્મિતા સેને પોતાની નવી વેબ સીરીઝનું એલાન કર્યુ છે.

    સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે પોતાની અપકમિંગ સીરીઝનું ફર્સ્ટ લુક રિવિલ કર્યો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે. સુષ્મિતા સેનનો આ અવતાર જોઇને ફેન્સ આ વેબ સીરીઝ માટે જાણવા માટે આતુર છે.

    આ પણ વાંચો : શરમ નથી આવતી? સેલ્ફી માટે અભિષેકને મહિલાઓએ ઘેરી લેતા બગડ્યા લેડી બચ્ચન, VIDEO વાયરલ

    ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતના કિરદારમાં જોવા મળશે સુષ્મિતા સેન


    એવું પહેલીવાર બનશે જ્યારે પૂર્વ મિસ યુનિવર્સ કોઇ ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવતી જોવા મળશે. સુષ્મિતાએ પોસ્ટર શેર કરતા લખ્યુ, મને એક ખૂબસુરત વ્યક્તિના જીવનને ચિત્રિત કરવાનો મોકો મળ્યો. તેનાથી મોટા સૌભાગ્યની વાત બીજી કોઇ ન હોઇ શકે. તેણે વધુમાં લખ્યું, તાલી બજાઉંગી નહીં, બજવાઉંગી! ફોટોમાં સુષ્મિતા સાડી પહેરીને માથા પર લાલ બિંદી અને ગળામાં માળા પહેરીને તાળી વગાડતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર આ સીરીઝમાં સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંતની ભૂમિકા નિભાવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સીરીઝ દ્વારા સુષ્મિતા ગૌરી સાવંતના જીવનને દુનિયાની સામે લાવશે.

    નવેમ્બરમાં શરૂ થશે શૂટિંગ


    રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા સેનની આ સીરીઝની શુટિંગ આગામી મહિને એટલે કે નવેમ્બરમાં શરૂ થશે. પરંતુ હજુ સુધી તેના પર કોઇ સત્તાવાર જાણકારી સામે નથી આવી. રિપોર્ટ્સમાં તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સુષ્મિતા સેન, આ વેબ સીરીઝને કંપ્લીટ કર્યા પછી જ, પોતાની બીજી સીરીઝ 'આર્યા પાર્ટ 3'નું શુટિંગ શરૂ કરશે.

    આ પણ વાંચો :Adipurush: 450 કરોડમાં બનેલી 'આદિપુરુષ'માં એક્ટર્સને કેટલી મળી ફી, પ્રભાસના મુકાબલે સેફને મળ્યા માત્ર આટલા જ રૂપિયા

    લલિત મોદી સાથે જોડાયું એક્ટ્રેસનું નામ


    સુષ્મિતા સેન પોતાની લવ લાઇફને લઇને છવાયેલી રહે છે. તાજેતરમાં જ આવા જ રિપોર્ટ્સ એક્ટ્રેસ લલિત મોદીને ડેટ કરી રહી હોવાને લઇને આવ્યા હતા. સોશિયલ મીડિયા પર લલિત મોદીએ પોતાના રિલેશનશિપનું એલાન પણ કર્યુ હતું. તેણે લખ્યું હતું, હું મારી પાર્ટનર સાથે જીવનની નવી શરૂઆત કરી રહ્યો છું. માય લવ સુષ્મિતા સેન. જો કે પછીથી બંનેના અલગ થવાની ખબરો પણ સામે આવી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Film, Bollywood Movie, Bollywood News in Gujarati, Sushmita Sen

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन