બોલિવૂડની આ 40 વટાવેલી હસીનાએ શેર કર્યો જિમ વર્કઆઉટનો વીડિયો

News18 Gujarati
Updated: November 9, 2019, 5:10 PM IST
બોલિવૂડની આ 40 વટાવેલી હસીનાએ શેર કર્યો જિમ વર્કઆઉટનો વીડિયો
સુષ્મીતા સેનની ફાઇલ તસવીર

બોલિવૂડ હસિનાઓ જાણે છે કે જો ફિટ રહીશું તો જ ઇન્ડસ્ટ્રીમાં હિટ રહીશું.

  • Share this:
મુંબઈ: બોલિવૂડ હસિનાઓ જાણે છે કે જો ફિટ રહીશું તો જ ઇન્ડસ્ટ્રીમાં હિટ રહીશું. એટલે જ તો આજે ચાળીસી વટાવી ચુકેલી બોલિવૂડ હસિનાઓ પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસનો ડંકો વગાડે છે. આ લિસ્ટમાં એક નામ છે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનું. સુષ્મિતા પોતાને ફિટ રાખવા માટે જિમમાં પરસેવો પાડતી અવાર નવાર જોવા મળે છે. હાલમાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનો નવો વીડિયો શેર કર્યો છે. આમ પણ સુષ્મિતા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

આ વીડિયોમાં સુષ્મિતા જિમમાં એક્સરસાઇઝ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં સુષ્મિતા રિંગ્સ સાથે પુસ અપ્સ કરતી જોવા મળે છે. સુષ્મિતાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.





43 વર્ષની સુષ્મિતા સેને 1998માં મિસ યૂનિવર્સનો તાજ જીતી ચૂકી છે. આ પહેલા એક્ટ્રેસે 1994માં મિસ ફેમિના ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. સુષ્મિતાએ 1996માં આવેલી ફિલ્મ 'દસ્તક'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી હતી.




સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયાં ખૂબ વાયરલ થાય છે.
First published: November 9, 2019, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading