Home /News /entertainment /

સુસ્મિતા સેને લલિત મોદી સાથે સંબંધો અંગે તોડ્યું મૌન, પુત્રીઓ સાથેની તસવીર શેર કરી કહ્યું...

સુસ્મિતા સેને લલિત મોદી સાથે સંબંધો અંગે તોડ્યું મૌન, પુત્રીઓ સાથેની તસવીર શેર કરી કહ્યું...

સુસ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર બન્ને પુત્રીઓ રેને અને અલીશા સાથેની એક તસવીર શેર કરી છે (તસવીર સાભાર ઇન્સ્ટાગ્રામ: @sushmitasen47)

લલિત મોદીએ સુસ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો શેર કરી જણાવ્યું હતું કે, બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

    મુંબઇ: લલિત મોદી (lalit modi) સાથેની રિલેશનશિપને લઇને સુસ્મિતા સેન (sushmita sen) ચર્ચામાં છે. હાલમાં જ બિઝનેસમેને અભિનેત્રી સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી અને રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો હતો. લલિત મોદીએ સુસ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો શેર કરી જણાવ્યું હતું કે, બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ યુઝર્સ સુસ્મિતા સેનના રિએક્શન (reaction)ની રાહ જોઇ રહ્યા હતા. હવે આખરે સુસ્મિતા સેને આ સમગ્ર માલે મૌન તોડ્યું છે. તેણે લલિત મોદી સાથેની રિલેશનશિપ (relationship) અંગે એક પોસ્ટ શેર કરી છે.

    સુસ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર બન્ને પુત્રીઓ રેને અને અલીશા સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં સુસ્મિતા પોઝ આપતી જોવા મળી રહી છે. સુસ્મિતાએ બન્ને પુત્રીઓ સાથે ફોટો શેર કરતાં લલિત મોદી સાથેના સંબંધો અંગે પોતાની વાત મૂકી છે. તસવીર શેર કરતાં સુસ્મિતાએ કેપ્શનમાં લખ્યું કે, ના તો લગ્ન, ના તો સગાઇ. હાલ હું મારા હેપ્પી પ્લેસમાં છું.. બસ અપાર પ્રેમ છે.

    (તસવીર સાભાર ઇન્સ્ટાગ્રામ: @sushmitasen47)


    સુસ્મિતાની પોસ્ટ પર અનેક યુઝર્સ પ્રતક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે સુસ્મિતાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, આખરે ક્વિને તેના અંદાજમાં જવાબ આપી જ દીધો. એન્જોય ડિયર. બીજા એક યુઝરે લખ્યું કે, તમે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહો. અનેક યુઝર્સે કોમેન્ટ્સ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે.

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લલિત મોદીએ સુસ્મિતા સેન સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે. જોકે, આ તસવીરો શેર કરતાં તેમણે એવું કંઇક લખ્યું કે લોકોને લાગ્યું કે બન્નેએ લગ્ન કરી લીધા છે. પાછળથી બિઝનેસમેને સ્પષ્ટતા કરી કે, બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bollywood News in Gujarati, Relationship, Sushmita Sen

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन