સુષ્મિતા સેન શીખી રહી છે કથક, Video ઇન્ટરનેટ પર થયો વાયરલ

News18 Gujarati
Updated: January 10, 2019, 4:30 PM IST
સુષ્મિતા સેન શીખી રહી છે કથક, Video ઇન્ટરનેટ પર થયો વાયરલ
સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો શેર કર્યા છે

સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો એકસાથે શેર કર્યા છે. જેમાં તે કથક શીખતી દેખાય છે.

  • Share this:
પૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફિલ્મોથી ભલે દૂર છે પરંતુ સોશિયલ મીડિયામાં તે છવાયેલી રહે છે. થોડા ઘણાં મહિનાઓથી તે પોતાના બોયફ્રેન્ડ સાથે દેખાતી હતી, જેના કારણે તે ઘણી ચર્ચામાં પણ હતી. હવે તે પોતાના શોખ માટે ઘણી જ ઉત્સુક દેખાય છે.

સુષ્મિતા સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો એકસાથે શેર કર્યા છે. જેમાં તે કથક શીખતી દેખાય છે.

આ વીડિયોમાં કથક ડાંસ ટ્યુટર પ્રીતમ શિખારે પાસેથી સુષ્મિતા કથક શીખી રહી છે. તે પોતાના શોખ માટે ઘણી મહેનત કરતી પણ દેખાય છે. તેણે પોતાની ટ્રેનર પ્રીતમ માટે એક મેસેજ પણ લખ્યો છે. તેમણે પ્રીતમને ટ્યુટરની સાથે પોતાની માતા પણ ગણાવી.

સુષ્મિતા સેને પોતાનાં ટ્વિટર અકાઉન્ટમાં લખ્યું, 'એક સામાન્ય ગણતરી જે ખુશી, જાગૃતતા, બેલેન્સ અને ગ્રેસને વધારી શકે છે. પ્રિતમ શિખારે જેવી ખૂબસૂરત મહિલા જે મારામાટે માત અને ગુરૂ બંન્ને છે. તે હંમેશા મને મૂળ વાતો તરફ લઇ જાય છે. તે એક એવી સ્ત્રોત છે જે શુદ્ધ અને દેવીય રૂપ જેવી છે. એક એવી જગ્યા જ્યાં હું હંમેશા હસુ છું અને ફરૂં છું. એટલું જ નહીં 12345નાં અવાજ પર ઝૂમીને નાચું છું. પ્રિતમમા હું તમને ઘણો પ્રેમ કરૂં છું. પોતાની સકારાત્મક ઉર્જા ફેલાવતા રહો, દુનિયાને તેની જરૂરિયાત છે.'
First published: January 10, 2019, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading