Home /News /entertainment /હાર્ટ એટેક બાદ સુષ્મિતા સેનનું કમબેક, રેમ્પ વોક કરતી વખતે અભિનેત્રીના ચહેરા પર સ્મિત જોઈ ફેેન્સ થયા ખુશ...
હાર્ટ એટેક બાદ સુષ્મિતા સેનનું કમબેક, રેમ્પ વોક કરતી વખતે અભિનેત્રીના ચહેરા પર સ્મિત જોઈ ફેેન્સ થયા ખુશ...
Lakme fashion weekમાં સુુષ્મિતાએ રેમ્પ વોક કરીને ફેન્સના દીલ જીત્યા
Lakme Fashion Week 2023: અભિનેત્રી સુષ્મિતા સેન થોડા સમય પહેલા હાર્ટ એટેકનો શિકાર બની હતી. જોકે, હવે અભિનેત્રી આ આઘાતમાંથી બહાર આવી ગઈ છે, અને ચાહકોને ચોંકાવી દીધા છે. જોકે, સુષ્મિતાએે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું અને કહ્યું કે, તે જાણે છે કે, મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવીને ચમકવું.
Lakme Fashion Week 2023: બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને તાજેતરમાં હાર્ટ એટેક આવ્યો હતો, જોકે, આ સમાચાર સાંભળીને ફેન્સ ચોંકી ગયા હતા. હાલમાં, અભિનેત્રી મુશ્કેલીમાંથી બહાર આવને લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું હતુ. જોકે, આ રેમ્પ વોક દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સુષ્મિતા પૂરા આત્મવિશ્વાસ સાથે ચાલતી જોવા મળી રહી છે. આ ખાસ કાર્યક્રમના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં તેની સ્ટાઈલ જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળે છે.
લેક્મે ફેશન વીકમાં સેલેબ્સનો મેળાવડો છે, અને અભિનેત્રી તેની ફેશન સેન્સથી બધાને આશ્ચર્યચકિત કરતી જોવા મળે છે. 2023ના લેક્મે ફેશન વીક દરમિયાન પણ આવું જ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઘણી અભિનેત્રીઓએ ભાગ લીધો હતો, અને રેમ્પ વોક કરીને પોતાનો ચાર્મ વેર્યો હતો. આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કરીને થોડા સમય પહેલા હાર્ટ એટેકનો ભોગ બનેલી સુષ્મિતા સેનના વખાણ કરતાં ફેન્સ થાકતા નથી.
ફેન્સ સુષ્મિતાને પ્રોત્સાહિત કરી રહ્યા છે
લેક્મેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર સુષ્મિતાનો વીડિયો શેર કર્યો છે. આમાં સુષ્મિતા પીળા રંગના લહેંગા-ચુનરીમાં જોવા મળી રહી છે, અને ફેન્સની શુભેચ્છાઓને સ્વીકારી રહી છે. આ દરમીયાન સુષ્મિતાની સ્માઈલ હંમેશની જેમ એવરગ્રીન જોવા મળી હતી. અને તેના ફોટા જોઈને ફેન્સ પણ તેના વખાણ કરતા જોવા મળી રહ્યાં છે. લોકો સુષ્મિતાના ફોટા પર હાર્ટ અને ફાયર ઇમોજીસ શેર કરી રહ્યા છે અને તેમની મનપસંદ અભિનેત્રીને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, સુષ્મિતા સેને સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી હતી કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હવે અભિનેત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે, અને તે ડોકટરો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેને છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો છોડી દીધી છે, અને તે છેલ્લા 6-7 વર્ષથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ અભિનેત્રીએ ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તેની વેબ સિરીઝ આર્યા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર