સુસ્મિતા સેને લગ્ન અંગે કહી એવી વાત કે સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ

News18 Gujarati
Updated: January 31, 2019, 6:04 PM IST
સુસ્મિતા સેને લગ્ન અંગે કહી એવી વાત કે સોશિયલ મીડિયામાં થઇ ટ્રોલ
સુસ્મિતાએ બુધારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક જોક્સ શેર કર્યો હતો

આ વખતે સુસ્મિતા સેને સોશિયલ મીડિયામાં કંઇક આવું લખ્યું છે કે, તે યુઝર્સના નિશાના પર આવી ગઇ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સુસ્મિતા સેન આજકાલ તેનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં રહે છે. ઉપરાંત સુસ્મિતા સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વિચારોને લીધે પણ ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે સુસ્મિતા સેને સોશિયલ મીડિયામાં કંઇક આવું લખ્યું છે કે, તે યુઝર્સના નિશાના પર આવી ગઇ છે.

સુસ્મિતાએ બુધારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક જોક્સ શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, જેણે લગ્નનું કોન્સેપ્ટ બનાવ્યું હશે તે બકવાસ હશે. મતલબ હું તમને એટલો પ્રેમ કરું છું કે આ સંબંધમાં સરકારને સામેલ કરવા જઇ રહ્યો છું. જેથી તમે મને છોડીને ના જઇ શકો.

સુસ્મિતાની આ વાત તેના ફેન્સને પસંદ પડી નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્વિટર મીડિયા યુઝર્સે આરોપ મૂક્યો કે, સુસ્મિતા સેન મોટી સેલિબ્રિટી હોવાને લીધે આવું કરી રહી છે. એક યુઝર્સે કહ્યું કે, સુસ્મિતાએ નશામાં આ વાત લખી હશે.
 
View this post on Instagram
 

😅👊 #marriage #strategy #cushandwizdom 😎❤️


A post shared by Sushmita Sen (@sushmitasen47) on
આ પણ વાંચો: Viral Video: સુસ્મિતા સેને બોડી કટ્સ બતાવી ફેન્સના ઉડાવ્યા હોશ

ઉલ્લેખનીય છે કે, સુસ્મિતા સેન આજકાલ ઇવેન્ટ્સમાં તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળે છે. સાથે જ તે રોહમન સાથેની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે. થોડા સમય પહેલાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તે લગ્ન નથી કરી રહી, પરંતુ રોહમન શોલ સાથે જીવન સારું ચાલી રહ્યું છે.

 
First published: January 31, 2019, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading