સુષ્મિતાએ કમર પર બનાવ્યું ટાઇગરનું ટેટૂ.. ફેન્સ થયા લટ્ટુ

સુષ્મિતાએ છેલ્લે વર્ષ 2010માં 'નો પ્રોબ્લમ' ફિલ્મમાં નજર આવી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી

સુષ્મિતાએ છેલ્લે વર્ષ 2010માં 'નો પ્રોબ્લમ' ફિલ્મમાં નજર આવી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેને હાલમાં જ તેની કમર પર ટાઇગરનાં ચહેરાનું ટેટૂ બનાવડાવ્યું છે. આ ટેટૂની તસવીર સુષ્મિતાએ તેનાં સોશિયલ
  મીડિયા પેજ પર શેર કરી છે.  આ ફોટોમાં સુષ્મિતા ઘણીજ સ્લિમ એન્ડ સેક્સી લાગી રહી છે. સુષ્મિતાએ કરેલા વેઇટલોસની તસવીરો જોઇને ખરેખર તેનાં ચાહકો ચોકી ગયા છે.  આ સાથેજ થોડા દિવસ પહેલાં સુષ્મિતા સેને એક્સરસાઇઝ કરતો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એક્સરસાઇઝ કરતી નજર આવે છે.  આપને જણાવી દઇએ કે સુષ્મિતાએ છેલ્લે વર્ષ 2010માં 'નો પ્રોબ્લમ' ફિલ્મમાં નજર આવી હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.


  Published by:Margi Pandya
  First published: