Home /News /entertainment /

સુષ્મિતા સેન-લલિત મોદીના રિલેશનશિપ વિશે EX બોયફ્રેન્ડ રોહમન શોલે કહ્યું- પાર્ટનર પાસેથી અપેક્ષા ન રાખો

સુષ્મિતા સેન-લલિત મોદીના રિલેશનશિપ વિશે EX બોયફ્રેન્ડ રોહમન શોલે કહ્યું- પાર્ટનર પાસેથી અપેક્ષા ન રાખો

રોહમન શોલે કહ્યું, પાર્ટનર પાસેથી વધારે અપેક્ષા ન રાખો.

સુષ્મિતા સેન (Sushmita Sen) અત્યારે લલિત મોદીની સાથે રિલેશનશિપના કારણે સતત ચર્ચામાં છે. સુષ્મિતા વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે, કોઈ તેણે ગોલ્ડ ડિગર કહી રહ્યું છે તો કેટલાક તેના જૂના સંબંધો વિશે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસના ભાઈથી માંડી એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ (Rohman Shawl)એ પણ પોતાની રીતે બચાવ કર્યો છે.

વધુ જુઓ ...
    સુષ્મિતા સેન (Sushmita Sen) અત્યારે લલિત મોદીની સાથે રિલેશનશિપના કારણે સતત ચર્ચામાં છે. સુષ્મિતા વિશે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના નિવેદન સામે આવી રહ્યા છે, કોઈ તેણે ગોલ્ડ ડિગર કહી રહ્યું છે તો કેટલાક તેના જૂના સંબંધો વિશે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસના ભાઈથી માંડી એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ (Rohman Shawl)એ પણ પોતાની રીતે બચાવ કર્યો છે. હવે રોહમને લવ લાઈફ અને રિલેશનશિપ વિશે ફિલોસફીવાળો વીડિયો શેર કરી પ્રેમ કરતા લોકોને સલાહ આપી છે.








    View this post on Instagram






    A post shared by rohman shawl (@rohmanshawl)






    રોહમન શોલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે ‘મિત્રો હું રોહમન આસ્કિંગના કેટલાક જવાબ વાંચી રહ્યો હતો. આ બધા પ્રેમમાં આટલા દુઃખી કેમ છે? તમે બધા વધારે અપેક્ષા રાખો છે તમારા પાર્ટનર પાસેથી..કેમ? તમારા પાર્ટનરની પાસે પણ ઘણી વસ્તુઓ કરવા માટે હોય છે. તેમની પણ પોતાની લાઈફ છે. પાર્ટનર પર એટલા બધા ડિપેન્ડ ન રહો મિત્રો. પોતાની જાતને ખુશ રાખતા શીખો. પહેલા પોતાની જાતને કમ્પ્લિટ કરો. પછી પાર્ટનરની શોધ કરો..એવો પાર્ટનર ન શોધો જે તમને કમ્પ્લિટ કરે, કેમ કે તે ક્યારે પણ સાચુ સાબિત નહીં થાય...તમે સમજી રહ્યા છો ને?.’

    રોહમને કહ્યું, કોઈ તમને કમ્પ્લિટ નથી કરી શકતું

    રોહમન આગળ જણાવે છે કે, મને આ કોન્સેપ્ટ સમજમાં નથી આવતો કે કોઈ આપણને કમ્પ્લિટ કરશે. તમને કોઈ બીજું નહીં માત્ર તમે જ તમારી જાતને કમ્પ્લિટ કરી શકો છો. તે ઘણું સરળ છે. તમારી સાથે આ બધું કરવાનું બંધ કરો અને બીજા વ્યક્તિને દુઃખી ન કરો.. કોઈ બીજી વ્યક્તિ તમને ખુશ નહીં કરી શકે...તેથી ખુશ રહો. પોતાના વીડિયોને શેર કરતા રોહમન શોલે કેપ્શનમાં લખ્યું, ‘તમને કોઈ કમ્પ્લિટ નથી કરી શકતું પરંતુ તમે’.

    રોહમનનું દુઃખ ફેન્સને દેખાઈ રહ્યું છે

    રોહમન શોલની આ વાત પર ઘણા લોકોએ તેના વખાણ કરતા તેને સમજદાર જણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમારી આંખોમાં આસું કેમ છે...તમારું દુઃખ કેમ છુપાવી રહ્યા છો’. બીજા યુઝરે લખ્યું તમારી આંખો પરથી તમારું દુઃખ દેખાઈ રહ્યું છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन