સુષ્મિતા સેનની દીકરી રિનીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેંક, VIRAL થઇ એક્ટ્રેસની પોસ્ટ

સુષ્મિતા સેનની દીકરી રિનીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેંક, VIRAL થઇ એક્ટ્રેસની પોસ્ટ
(PHOTO: Instagram @sushmitasen47)

સુષ્મિતા સેન (Sushmita Sen)એ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતાં કહ્યું કે, 'કૃપ્યા ધ્યાન આપો, મારી દીકરી રિનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઇ બેવકૂફ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ સુષ્મિતા સેન (Sushnmita Sen)ની દીકરી રિની સેન (Renee Sen)નું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોઇએ હેક કરી લીધુ છે. આ વાતની જાણકારી ખુદ સુષ્મિતા સેને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી છે. તેણે પોસ્ટ કરતાં લખ્યું છે કે, 'કૃપ્યા ધ્યાન આપો, મારી દીકરી રિનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઇ બેવકૂફ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. જેને આ વાતનો અહેસાસ હજુ સુધી નથી થયો કે, રિની નવી શરૂઆત કરીને ખુશ છે.'

  એક શોર્ટ ફિલ્મમાં નજર આવવાની છે રિની- રિની સેન ગત કેટલાંક સમયથી ઘણી ચર્ચામાં છે. રિની એક શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે. જેનું ટાઇટલ છે 'સુટાબાજી' આ ફિલ્મમાં રિની દિવ્યા કુમારની અહમ ભૂમિકામાં નજર આવી રહી છે જેમાં તેની સાથે રાહુલ વોહરા અને કોમલ છાબરા પણ નજર આવશે.

  આપને જણાવી દઇએ કે, મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાન અને રિની સેન ઘણાં સારા મિત્રો છે. બંને એકબીજાની કંપની ખુબ એન્જોય કરે છે. હાલમાં જ રિની સેને ઇરા ખાન સાથેની તસવીર શેર કરી હતી. જેમાં ઇરા અને રિનીનું બોન્ડિંગ નજર આવે છે. તસવીર જોઇને માલૂમ પડે છે કે, બંને વચ્ચે ઘણી સારી મિત્રતા છે.

  આ પણ વાંચો-Remo D'Souza Is Back: આમિર અલીએ શેર કર્યો હોસ્પિટલમાંથી રેમોનો પહેલો ફોટો  સુષ્મિતા સેનની વાત કરીએ તો હાલમાં તે તેનો મોટાભાગનો સમય તેની બોડીને ફિટ રાખવામાં રાખે છે. અને તેનાં યોગનાં વીડિયો અવાર નવાર શેર કરતી રહે છે. અને તેનાં બોયફ્રેન્ડ સાથે વધુમાં વધુ સમય વિતાવતી તસવીરો અ ને વીડિયો શેર કરતી રહે છે.
  Published by:Margi Pandya
  First published:December 15, 2020, 11:29 am

  ટૉપ ન્યૂઝ