આ કોંગ્રેસ નેતાની મદદથી મિસ યુનિવર્સ બની હતી સુષ્મિતા સેન

News18 Gujarati
Updated: June 6, 2019, 12:05 PM IST
આ કોંગ્રેસ નેતાની મદદથી મિસ યુનિવર્સ બની હતી સુષ્મિતા સેન
સુષ્મિતા સેને હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ કિસ્સા અંગે જણાવ્યું હતું તેને લાગ્યુ હતું કે તેનું સપનું તુટી જશે...

સુષ્મિતા સેને હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આ કિસ્સા અંગે જણાવ્યું હતું તેને લાગ્યુ હતું કે તેનું સપનું તુટી જશે...

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી પહેલી મહિલા હતી. પણ શું આપને ખબર છે કે આ મંચ સુધી પહોચવા માટે તેનાં રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. એક પળ તો એવો આવી ગયો હતો જ્યારે ઓર્ગેનાઇઝર્સ તેની જગ્યાએ ઐશ્વર્યા રાયને મોકલવા અંગે વિચાર થવા લાગ્કયો હતો. સુષ્મા સેને હાલમાં જ એક ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે, તે પળ એવો હતો કે જાણે તેનાં તમામ સપનાં તુટી જશે તેને તેમ લાગતુ હતું.

એક ઇન્ટરવ્યુમાં સુષ્મિતાએ જણાવ્યું કે, 'ફિલીપીન્સમાં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં જતા પહેલાં મારો પાસપોર્ટ ખોવાઇ ગયો હતો. ખરેખરમાં ઇવેન્ટ મેનેજર અનુપમા વર્માથી મારો પાસપોર્ટ ખોવાઇ ગયો હતો. બાદમાં બાંગ્લાદેશમાં એક શો સમયે મે તેમને પાસપોર્ટ આપ્યો હતો. તેમને આઇડી પ્રૂફ માટે તેની જરૂર હતી. હું કોન્ફિડન્ટ હતી કે મારો પાસપોર્ટ અનુપમા વર્મા પાસે સુરક્ષિત છે. પણ જ્યારે અનુપમાએ પાસપોર્ટ શોધ્યો અને તેને મળી નહોતો રહ્યો તો તેમની પાસે પાસપોર્ટ ખોવાઇ ગયો હતો. બાદમાં તેણે ભૂલની જવાબદારી પોતે લઇ લીધી હતી. 'સુષ્મિતા સેને કહ્યું કે, 'પાસપોર્ટ ખોવાવાનાં કારણે હું નિરાશ થઇ ગઇ હતી ઓર્ગેનાઇઝર્સ તેટલાં સપોર્ટિવ ન હતાં. સ્પષ્ટ પણે તેઓ મારી જગ્યાએ ઐશ્વર્યા રાય બચ્ચનને મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં મોકલવા ઇચ્છતા હતાં. મને કહેવામાં આવ્યું કે, પાસપોર્ટ આટલી જલદી તૈયાર થવામાં મુશ્કેલી પડશે. મિસ વર્લ્ડ નંવેમ્બરમાં હતું. આપ બાદમાં જજો. અમે આપનો પાસપોર્ટ બન ત્યાં સુધીમાં બનાવી દઇશું. મે આ અંગે મારા પિતાને જણાવ્યું. જોકે, તેઓ આ અંગે કંઇ જ કરી શકવાનાં ન હતાં. હું ખુબજ ચિંતિત હતી. પાપાની સામે રડી અને મે કહું બાબા હું કોઇ સામાન્ય ચીજ માટે નથી જઇ રહીં. હું ખરેખર મારા પર્સનલ કામ માટે નથી જઇ રહીં. હું ખરેખરમાં તેને લાયક છું. આ આખી ઘટના બાદ સુષ્મિતાનાં પિતાએ રાજેશ પાયલટ સાથે મદદ કરી હતી. આ વર્ષ 1994ની વાત છે. જે બાદ સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની ગઇ હતી.

આ પણ વાંચો-સલમાન ખાને જાહેરમાં સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી

 
First published: June 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading