Home /News /entertainment /સુષ્મિતા અને રોહમન શાલ એક સાથે જોવા મળ્યા, એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

સુષ્મિતા અને રોહમન શાલ એક સાથે જોવા મળ્યા, એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

સુષ્મિતા અને રોહમન શાલ એક સાથે જોવા મળ્યા

Sushmita and Rohman Shaal: ડૉક્ટર હૃષિકેશ પાઈની દીકરી અન્વિષાની સગાઈમાં સુષ્મિતાએ ચાર ચાંદ લગાવી દીધા હતા. સુષ્મિતા સાથે રોહમન શાલ હેન્ડસમ લુકમાં પહોંચ્યો હતો. બંને સેલેબ્રિટીની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ બંને લોકોને સાથે જોતો ચાહકો પણ અનુમાન લગાવી રહ્યા છે કે, કદાચ તેઓ ફરી એકવાર એકબીજાને ડેટ કરી રહ્યા છે.

વધુ જુઓ ...
Sushmita and Rohman Shaal: સુષ્મિતા સેન અને રોહમન શોલ અલગ થયા પછી પણ સારા એવા મિત્રો છે. તેઓ ઘણી વખત સાથે પણ જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર સુષ્મિતા અને રોહમન સાથે જોવા મળ્યા છે. બંને લોકો ડૉક્ટર હૃષિકેશ પાઈની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. તેમની સાથે સુષ્મિતાની પુત્રી રેની અને અલીશા પણ જોવા મળી હતી. સુષ્મિતા અને રોહમનનો ફોટો સામે આવ્યા પછીસોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે, કે શું આ બંને ફરી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

સુષ્મિતા સાથે રોહમન શાલ હેન્ડસમ લુકમાં દેખાયો


ઉલ્લેખનીય છે કે, સુષ્મિતાએ ડૉક્ટર હૃષિકેશ પાઈની દીકરી અન્વિષાની સગાઈમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સુષ્મિતા સાથે રોહમન શાલ પણ હેન્ડસમ લુકમાં જોવા મળ્યો હતો.આ સાથે તેમની પુત્રીઓ રેની અને અલીશા પણ સાથે જ જોવા મળી હતી. બંને સેલેબ્સના ફોટા હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. તસવીર પ્રમાણે સુષ્મિતા અને રોહમન બંને યુવતીઓ સાથે બ્લેક અવતારમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ઉર્વશીના ગળામાં ઋષભની ચેન? ભારત-પાકિસ્તાન મેચ વચ્ચે વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો


આ તસવીરો સામે આવ્યા પછી સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સુષ્મિતા અને રોહમનના સંબંધો ફરી એકવાર શરૂ થઈ રહ્યા છે કે શું. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બંને ઘણી વખત સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે. સુષ્મિતા અને રોહમન શૉલ બે વર્ષથી વધુ સમય એકબીજાને ડેટ કર્યા હતા. તેમણે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના બ્રેકઅપની જાહેરાત કરી હતી અને બંને અલગ થઈ ગયા, પરંતુ તેમ છતાં તેઓ સાથે ચાલતા જોવા મળ્યા.



સુષ્મિતા સેન પણ આગામી ફિલ્મ તાલીમાં જોવા મળશે


સુષ્મિતા અને રોહમનના કરિયરની વાત કરીએ તો શાલ એક મોડલ છે. તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની આવનારી આગામી ફિલ્મમાં તે એક કાશ્મીરી વ્યક્તિની ભૂમિકામાં જોવતો જોવા મળશે. ત્યારે બીજી તરફ સુષ્મિતા સેન પણ આગામી ફિલ્મ તાલીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ટ્રાન્સ વુમન ગૌરી સાવંતની ભૂમિકામાં જોવા મળશે.
First published:

Tags: Bollywood actress, Bollywood Celeb, Susmita sen

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો