બોલિવુડ ફિલ્મો માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઉઝબેકિસ્તાનમાં પણ લોકોના માનસ પર છવાયેલી છે. અહીં તમને બોલિવુડ એક્ટર-એક્ટ્રેસ પર લોકોના નામ સાંભળવા મળી જશે. બોલીવુડના શો-મેન રાજકપૂર અને નરગીસ તો અહીં ઓલટાઈમ ફેવરેટ કલાકાર છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હાલમાં ત્રણ દિવસના મધ્ય એશિયાઈ દેશોના પ્રવાસ પર છે. સુષ્મા સ્વરાજ રવિવારે ઉઝબેકિસ્તાનમાં હતા. અહીં સુષ્મા સ્વરાજની મુલાકાત એક વૃદ્ધ મહિલા સાથે થઈ, જે બોલિવુડ સ્ટાર્સ અને ફિલ્મોની મોટી ફેન છે. આ મહિલાએ વિદેશમંત્રીને રાજ કપૂરની ફિલ્મનું ગીત 'ઈચક દાના-બિચક દાના' પણ સંભળાવ્યું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ બોલીવુડ પ્રેમનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં સુષ્મા સ્વરાજ તે વૃદ્ધ મહિલા સાથે દેખાઈ રહ્યા છે. મહિલા બોલીવુડની એવર ગ્રીન ફિલ્મોમાંની એક 'શ્રી 420' ફિલ્મનું પ્રખ્યાત ગીત 'ઈચક દાના-બિચક દાના' ગાતી દેખાઈ રહી છે.
રવીશ કુમારે ટ્વીટ કર્યું કે, બોલિવુડ સીમાઓમાં બાંધીને નથી રહેતુ. ઉઝબેકિસ્તાનમાં એવું જ છે. અહીં બોલીવુડ આઈકોન રાજકપૂર અને નરગીસનું નામ ઘર-ઘરમાં પ્રખ્યાત છે.
Bollywood knows no boundaries! More so in Uzbekistan where Raj kapoor and Nargis are household names. Salute to this Uzbek woman for her spirit as she hums the song 'इचक दाना बीचक दाना' from the classic Shri 420! @SushmaSwarajpic.twitter.com/I9ksvWukxo
રવીશ કુમારે ટ્વીટમાં વધુમાં કહ્યું છે કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તાશકંદમાં ઉઝ્બેકિસ્તાનના પ્રધાનમંત્રી અબ્દુલ્લા અરિપોવ સાથે મુલાકાત કરી. ચર્ચામાં ઉઝ્બેક રાષ્ટ્રપતિની આ વર્ષના અંતમાં ભારત યાત્રા સમયે આવનાર પરિણામ મુદ્દે ચર્ચા કરવામાં આવી.
તેમણે આગળ લખ્યું કે, સ્વરાજે કામિલોવ સાથે ડેલિગેશન સ્તરની વાતચીત દરમ્યાન વ્યાપાર, અર્થવ્યવસ્થા, રક્ષા અને સુરક્ષા પર સાર્થક ચર્ચા કરી. સાથે વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર