સુશાંત કેસમાં રૂમી જાફરીની પોલીસે કરી પૂછપરછ, 12 જૂનનાં બંને વચ્ચે થઇ હતી વાત

સુશાંત કેસમાં રૂમી જાફરીની પોલીસે કરી પૂછપરછ, 12 જૂનનાં બંને વચ્ચે થઇ હતી વાત
સુશાંત સિંઘ રાજપૂત અને રુમી જાફરી

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)એ 14 જૂન પહેલાં 12 જૂનનાં રૂમી જાફરી (Rumi Jaffery) સાથે વાત કરી હતી. સુશાંતનાં નિધન બાદ તેમણે જણાવ્યું હતું કે, તે ડીપ ડિપ્રેશનમાં હતો.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushat Singh Rajput)નાં નિધન બાદ આ કેસની બાન્દ્રા પોલીસ (Bandra Police) તપાસ કરી રહી છે. અને આ મામલે સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ હવે આ મામલે 35થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે. તાજા જાણકારી મુજબ, મુંબઇ પોલીસે આજે (23 જુલાઇ)ને આ મામલે રાઇટર, એક્ટર અને ડિરેક્ટકર રુમી જાફરી (Rumi Jaffery)થી પૂછપરછ કરવાની છે. પોલીસે પૂછપરછ માટે બોલાવી રહી છે. આજે બપોરે રૂમી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તેનું નિવેદન દાખલ કર્યુ હતું.

  કહેવાય છે કે, રૂમી જાફરી સુશાંતનાં નજીકનાં મિત્રોમાંથી એક છે. તે રેહા ચક્રવર્તી અને સુશાંતને લઇને એક ફિલ્મ બનાવી રહ્યો હતો. સુશાંતે તેમની ફિલ્મ માટે હામી ભરી દીધી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટને લઇને નેરેશન પણ ચાલુ હતું. પણ લોકડાઉનને કારણે આ પ્રોજેક્ટક અધૂરો રહી ગઇ હતી.  આ પણ વાંચો-કાલે રિલીઝ થશે સુશાંતની 'દિલ બેચારા', કોઇપણ જોઇ શકશે તેની અંતિમ ફિલ્મ

  સુશાંતે 14 જૂનનાં પહેલાં 12 જૂનનાં રૂમી જાફરી સાથે વાત કરી હતી. સુશાંતનાં નિધન બાદ તેણે કહ્યું હતું કે, એક્ટર ડીપ ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે હાલમાં જ 2 મનોચિકિત્સકનાં નિવેદન લીધા હતાં. કહેવાય છે કે વર્ષ 2019થી સુશાંતનાં ડિપ્રેશનનો ઇલાજ થઇ રહ્યો હતો.

  આ પણ વાંચો-જ્યારે લોકોએ સોનૂ સૂદને કહ્યું, તમે જ બનાવી દો કોરોના દૂર કરતી રસી !

  સુશાંત સિંઘ રાજપૂત મુંબઇનાં બાન્દ્રામાં તેનાં એપાર્ટમેન્ટમાં 14 જૂનનાં મૃત મળ્યો હતો. પોલીસે દાવો કર્યો કે આ આત્મહત્યા છે આ મામલે તપાસ ચાલુ છે. તપાસમાં ચાલુ છે કે, સુશાંત ડિપ્રેશનની દવા લેતો હતો. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ટ્વિટ કરીને આ આખા કેસમાં CBI તપાસની માંગણી કરી છે.
  Published by:Margi Pandya
  First published:July 23, 2020, 17:18 pm