VIRAL VIDEO: વૃદ્ધ મહિલાનાં આશીર્વાદ લઇને ભાવૂક થયો હતો સુશાંત

News18 Gujarati
Updated: June 29, 2020, 11:04 AM IST
VIRAL VIDEO: વૃદ્ધ મહિલાનાં આશીર્વાદ લઇને ભાવૂક થયો હતો સુશાંત
વૃદ્ધ મહિલા સાથે સુશાંત સિંઘ રાજપૂત

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નો એક વૃદ્ધ મહિલા (Old Lady)ની સાથેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદથી તેની જુની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ રહ્યાં છે. હાલમાં સુસાંતનો એક ખુબજ ઇમોશનલ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક વૃદ્ધ મહિલા (Old lady)નાં આશીર્વાદ લઇ રહ્યો છે આ સમયે તે ભાવૂક પણ દેખાઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલાની સામે તે બઠેલો છે. તે વૃદ્ધ મહિલા વ્હીલ ચેર પર છે તો સુશાંત સામે જમીન પર બેઠેલો છે. આ વીડિયોમાં સુશાંત આ મહિલાનાં હાથ પર પોતાનું માથુ રાખે છે અને તેમનાં આશીર્વાદ લે છે. માલૂમ થાય કે આ મહિલા, સુશાંતને સારી રીતે જોઇપણ શકતી નથી.

આ વીડિયો જોઇને કોઇપણ ભાવૂક થઇ જાય. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો દ્વારા લોકો સુશાંતનાં ભાવૂક સ્વભાવને યાદ કરી રહ્યાં છે અને તેની આત્માની શાંતિની કામના કરી રહ્યાં છે.





આપને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનનાં રોજ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી નાખી હતી. તેના આત્મહત્યાનાં સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે.

આ પહેલાં સુશાંતનો અન્ય એક વૃદ્ધ મહિલા સાથેનો વીડિયો વાયરલ થયો હતો. તે મહિલા તેની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'ની કો-સ્ટાર દાદી છે. તેમનું નામ સુબ્બાલક્ષ્મી છે. આ વૃદ્ધા સાથે સુશાંત ફિલ્મ 'કાઇ પો છે'નાં સોન્ગ માંઝા પર ડાન્સ કરતો નજર આવે છે.
First published: June 29, 2020, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading