સુશાંતનાં નિધનનાં 2 મહિના બાદ પરિવારે શેર કર્યો UNSEEN VIDEO

News18 Gujarati
Updated: August 14, 2020, 2:31 PM IST
સુશાંતનાં નિધનનાં 2 મહિના બાદ પરિવારે શેર કર્યો  UNSEEN VIDEO
સુશાંત સિંહ રાજપૂતનાં ન જોવાયેલાં વીડિયો

આ વીડિયોમાં સુશાંત ભગવાન શ્રીકૃષ્ણનું ભજન અચ્છત્વમ કેશવમ.. ગાતો નજર આવે છે

  • Share this:
દીપિકા શર્મા/મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને આજે આ દુનિયામાંથી ગયે પૂરા 2 મહિના થઇ ગયા છે. છતાં પણ આજે તેનાં પરિવાર અને લાખો ફેન્સ તેની મોતની ગુત્થી ઉકેલાવાની રાહ જોઇ રહ્યાં છે. તેવામાં સુશાંતનાં કેટલાંક પહેલાં ન જોવાયેલાં વીડિયો સામે આવ્યાં છે. સુશાંતનું મોત આત્મહત્યા છે કે પછી મર્ડર તે વાત પણ હજુ વણઉકેલાયેલી છે. સાથે જ સુશાંતનાં ડિપ્રેશનમાં હોવાની અને માનસિક સ્વસ્થ ન હોવાની વાતો પણ સામે આવી રહી છે. એવામાં પરિવારે સુશાંતનાં કેટલાંક અનસીન વીડિયો શેર કર્યા છે. જેમાં તે શ્રીકૃષ્ણનું ભજન ગાતા અને તેની બહેનોની સાથે મસ્તી કરતો નજર આવી રહ્યો છે.

આ તમામ વીડિયો 2020નાં જાન્યુઆરી મહિનાનાં છે. સુશાંત આ દરમિાયન તેનાં પરિવારની સાથે પંચકૂલા ફરવા ગયો હતો. તેણે ડ્રાઇવિંગ કરતાં, તેની બહેનો સાથે ક્રિકેટ રમતા અને શ્રીકૃષ્ણનું ભજન ગાયા હતાં. આ તમામ વીડિયો તેનાં પરિવાર દ્વારા શેર કરવામાં આવ્યાં છે. આ વીડિયોમાં સુશાંત પરિવારની સાથે ખુશ અને મસ્તી મજાક કરતો નજર આવી રહ્યો છે. સુશાંતનાં મોતનાં 2 મહિના પૂર્ણ થઇ ગયા છે. ત્યારે પરિવાર તરફથી આ વીડિયો શેર કરવામાં આવ્યાં છે.આપને જણાવી દઇએ કે, હાલમાં જ શિવસેનાનાં નેતા સંજય રાઉતે સુશાંતનાં તેનાં પરિવાર સાથે સંબંધો સારા ન હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ આ આરોપો પર નારાજગી જતાવતા સુશાંતનાં પરિવારે તેમને બદનામ કરવામાં આવી રહ્યાં છે તેવી વાત કરી હતી. આ માટે તેમણે 9 પેજનો એક પત્ર પણ લખ્યો (Sushant Singh Rajput family releases 9 page open letter) હતો.

આ પણ વાંચો-જિયા ખાનની માએ કહ્યું, 'મારી દીકરીની જેમ સુશાંતને પણ મારી નાખ્યો'

સુશાંતનાં મોત અંગે મુંબઇ પોલીસની તપાસ પર પણ સવાલ ઉઠી રહેલાં છે. તેવામાં પરિવાર સહિત ફેન્સ દ્વારા પણ આ કેસની તપાસ CBIને સોંપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ #CBIforSSR નામથી એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે જેને વરૂણ વધન, મૌની રોય, સુરજ પંચોલી અને જિયા ખાનની માતા રુબિના ખાન દ્વારા સ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે.
Published by: Margi Pandya
First published: August 14, 2020, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading