સુશાંતસિંહ કેમ ડિપ્રેશનમાં હતો? રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની થશે પૂછપરછ

News18 Gujarati
Updated: June 15, 2020, 11:43 AM IST
સુશાંતસિંહ કેમ ડિપ્રેશનમાં હતો? રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની થશે પૂછપરછ
સુશાંતસિંહે એક દિવસ પહેલા રિયા ચક્રવર્તી તેના ઘરે મોકલી દીધી હતી, પૂછપરછમાં અનેક સવાલોના મળી શકે છે જવાબ

સુશાંતસિંહે એક દિવસ પહેલા રિયા ચક્રવર્તી તેના ઘરે મોકલી દીધી હતી, પૂછપરછમાં અનેક સવાલોના મળી શકે છે જવાબ

  • Share this:
આશીષ સિંહ, મુંબઈઃ બૉલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા (Sushant Singh Rajput Suicide)થી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘેરા આઘાતમાં છે. આ દરમિયાન અહેવાલ છે કે સુશાંતસિંહ રાજપૂતની રૂમર્ડ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પણ લૉકડાઉનની વચ્ચે તેની સાથે જ રહેતી હતી. એવામાં મુંબઈ પોલીસ હવે એક્ટ્રેસની પૂછપરછ કરવાની છે. મળતી જાણકારી મુજબ, મુંબઈ પોલીસ ટૂંક સમયમાં રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધશે.

મુંબઈ પોલીસ આ મામલાની દરેક એન્ગલથી તપાસ કરવા માંગે છે, જેથી આત્મહત્યાના મૂળ કારણ સુધી પહોંચી શકાય. મળતા રિપોર્ટ્સ મુજબ, સુશાંતસિંહ સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ ફેમ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ થયા બાદ રિયા ચક્રવર્તી સાથે કથિત રીતે રિલેશનમાં હતો. છેલ્લા કેટલાક દિવસોથી રિયા સુશાંતસિંહની સાથે રહેતી હતી. પરંતુ સુશાંતસિંહે એક દિવસ પહેલા જ તેને પોતાના ઘરે મોકલી દીધી હતી. હવે પોલીસ જાણવા માંગે છે કે બંનેના સંબંધો કેવા હતા? શું મોત પહેલા રિયા અને સુશાંતની વચ્ચે કોઈ અણબનાવ થયો હતો? એક્ટર ડિપ્રેશનમાં કેમ હતો?


આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતઃ આત્મહત્યા પહેલાના એ 12 કલાક! ક્યારે, શું અને કેવી રીતે થયું?

મુંબઈ પોલીસ એવું પણ જાણવા માંગે છે કે જો બંને વચ્ચે સંબંધોમાં તણાવ હતો તો તેની પાછળનું કારણ શું હતું. રિયા ઘર છોડીને કેમ ગઈ? સુશાંત ઉપરાંત રિયાના ઘરના અન્ય સભ્યો સાથે કોઈ મતભેદ હતા? હાલ, આ સવાલોના જવાબ રિયા ચક્રવર્તીના નિવેદન બાદ જ મળી શકશે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ફાંસો ખાવાથી થયું મોત
First published: June 15, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading