સુશાંત કેસમાં બિન્દાસ બોલતી અંકિતાને વિવેક અગ્નિહોત્રીએ સતર્ક રહેવાની આપી સલાહ

News18 Gujarati
Updated: August 1, 2020, 5:05 PM IST
સુશાંત કેસમાં બિન્દાસ બોલતી અંકિતાને વિવેક અગ્નિહોત્રીએ સતર્ક રહેવાની આપી સલાહ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં અંકિતા લોખંડેએ બિન્દાસ થઇને ઘણાં ખુલાસા કર્યા છે તો ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સતર્ક રહેવાની સલાહ આપી દીધી છે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અંકિતા લોખંડેએ બિન્દાસ થઇને ઘણાં ખુલાસા કર્યા છે તો ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સતર્ક રહેવાની સલાહ આપી દીધી છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટકર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઇ રહી છે. જે બાદ હજુ સુધી કોઇ એ વાત નથી જાણી શક્યુ કે, સુશાંતે તેનું જીવન કેમ ટુંકાવ્યું હવે આ મામલે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ ચુપ્પી તોડી છે. સુશાંતને ડિપ્રેસ્ડ વ્યક્તિ ગણાવનારા વ્યક્તિ પર નારાજગી જતાવતા તેણે સ્પષ્ટ કર્યુ ચે કે, સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં ન હતો. તો અંકિતાએ બિન્દાસ રીતે આ વાત કરતાં જાણીતા ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ઘણાં જ ખુશ છે જોકે તેમણે અંકિતાને સતર્ક રહેવાની સલાહ આપી દીધી છે.

વિવેક અગ્નિહોત્રીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં બિન્દાસ રીતે વાત કરવા બદલ અંકિતાનાં વખાણ કર્યા છે. આ સાથે જ વિવેકે અંકિતાને કેટલાંક લોકોથી સતર્ક રહેવાની સલાહ આપી છે. વિવેકને શંકા છે કે તે લોકો અંકિતાની પાછળ પડી જશે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'સુશાંત સિંહ રાજપૂત ખરેખરમાં ડિપ્રેશનમાં ન હતો. લોકો તેને સમજવામાં ફેઇલ ગયા છે કારણ કે સામાન્ય લોકો ક્રિએટિવ લોકોને સમજી નથી શકતા. ખુબ સરસ અંકિતા લોખંડે... કૃપ્યા તારુ ધ્યાન રાખજે.. હવે તે લોકો તારો પીછો કરશે. ભગવાન તને શક્તિ આપે.'

વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવેલી ટ્વિટ-
આપને જણાવી દઇએ કે સુશાંતનાં ગયા બાદ અંકિતાએ બિહાર પોલીસને નિવેદન આપ્યા બાદ પહેલી વખત ચુપ્પી તોડી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, સુશાંતનાં ડિપ્રેશન અંગે જે પ્રકારનાં સમાચાર આવી રહ્યાં છે તે ખોટા છે. તેણે કહ્યું કે, સુશાંત એક ખુબજ પોઝિટિવ વ્યક્તિ છે. જે નાની નાની વાતોમાં ખુશીઓ શોધી લેતો હતો. તે કહેતો જો હું ઇન્ડસ્ટ્રીમાં કંઇ ન કરી શક્યો તો હું ઓર્ગેનિક ફાર્મિંગ કરીશ અને ખુશ રહીશ.

અંકિતાએ એમ પણ કહ્યું કે, સુશાંત એક ડાયરી લખતો હતો જેમાં તે આગલા 5 વર્ષમાં તે શું શું કરશે, કેવો દેખાશે, ક્યાં પહોંચશે... અંકિતાનું કહેવું છે કે, સુશાંતે ેતનાં માટે 5 વર્ષનાં જે સપનાં જોયા હતાં તે તમામ સાચા પડ્યાં એવો વ્યક્તિ ડિપ્રેસ્ડ કેવી રીતે હોઇ શકે. અંકિતાએ આ ઇન્ટરવ્યૂમાં ખુબ જ વિશ્વાસ સાથે આ વાત કરી હતી કે, સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં ન હોઇ શકે. બની શકે.
Published by: Margi Pandya
First published: August 1, 2020, 4:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading