એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત તુસાઇડ કેસ (Sushant Singh Rajput Suicide Case)ની તપાસ ઊંડાણ પૂર્વક ચાલી રહી છે. આ કેસમાં દરરોજ કંઇક નવી અપડેટ આવી રહી છે. કેસમાં હાલમાં પૂછપરછ માટે સુશાંતની બહેન મીતૂને EDની ઓફીસ બોલાવવામાં આવી હતી. આ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ માટે અત્યાર સુધીમાં EDની ઓફિસમાં રિયા ચક્રવર્તી તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી, તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, મેનેજર શ્રૃતિ મોદી, તેમનો CA અને મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ થઇ ગઇ છે. હાલમાં ભાઇ શૌવિક અને પિતા ઇન્દ્રજીતનો ફોન જપ્તે થઇ ગયો છે.
EDનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, સોમવારે રિયા તેનાં ભાઇ અને પિતાની લાંબા સમય સુધી પૂછપરછ થઇ હતી. જેમાં ત્રણેયનાં જવાબમાં વિરોધાભાસ જોવા મળતા પોલીસે ભાઇ અને પિતાનો ફોન જપ્તે કરી લીધો છે. EDએ મંગળવારે પણ રિયા ચક્રવર્તીનાં પરિવારની પૂછપરછ કરી હતી.
આ પહેલાં રિયાની બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદી સુશાંતનાં રુમમેટ સિદ્ધાર્થ પિઠાનીની પણ મંગળવારે જ પૂછપરછ થઇ છે. સૂત્ોરનાં જણાવ્યાં મુજબ, પૂછપરછ દરમિયાન શ્રૃતિ પાસે ઘણાં બધા દસ્તાવેજ માંગવામાં આવ્યાં હતાં. મંગળવારે શ્રૃતિ તે દસ્તાવેજ જમા કરાવવા EDની ઓફિસ પણ આવી હતી.
આ કેસનાં મુખ્ય આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ FIRને મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરવા સુપ્રીમમાં અપીલ કરી હતી. મંગળવારે આ કેસની સુનવાઇ થવાની છે જે જોતા સુશાંતની એક બહેન શ્વેતા કીર્તિ સિંહ (Shweta Singh Kirti)એ પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
સુશાંતની બહેન શ્વેતા કીર્તિ સિંહ સોશિયલ મીડિયા પર સુશાંતને ન્યાય અપાવવા કેમ્પેઇન ચલાવતા નજરે આવી રહ્યાં છે. રિયા ચક્રવર્તીની સુપ્રીમમાં અપીલ પર શ્વેતાએ ફેન્સને અપીલ કરતી પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યુ છે, 'પ્રાર્થના કરો, તેમાં બહુ તાકાત હોય છે.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર