SSR કેસઃ અંકિતા લોખંડેનો મોટો ખુલાસો, 'સુશાંતે પર્સનલ ચેટમાં કહ્યું હતું, રિયા ચક્રવર્તી પરેશાન કરે છે'

News18 Gujarati
Updated: July 29, 2020, 11:37 PM IST
SSR કેસઃ અંકિતા લોખંડેનો મોટો ખુલાસો, 'સુશાંતે પર્સનલ ચેટમાં કહ્યું હતું, રિયા ચક્રવર્તી પરેશાન કરે છે'
ફાઈલ તસવીર

એક્ટરના નિધનના દોઢ મહિના બાદ પરિવારે ચુપ્પી તોડી અને પિતા કેકે સિંહે બિહારના પટનામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પેરણા સહિત અનેક ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં નવો મોડ આવ્યો છે. એક્ટરના નિધનના દોઢ મહિના બાદ પરિવારે ચુપ્પી તોડી અને પિતા કેકે સિંહે બિહારના પટનામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પેરણા સહિત અનેક ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. હવે બિહાર પોલીસ આ મામલાની તપાસ કરવા માટે મુંબઈ પહોંચી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહાર પોલીસે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું (Ankita Lokhande) નિવેદન નોંધ્યું છે.

બિહાર પોલીસે એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું નેવેદન નોંધ્યું
બિહાર પોલીસે અંકિતા લોખંડેએ જણાવ્યું કે ફિલ્મ મણિકાર્ણિકાના પ્રમોશન દરમિયાન સુશાંત સિંહે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. ત્યારે બંને વચ્ચે ચેટમાં જ ખાસી વાતો થઈ હતી. ત્યારે ખૂબ જ ઈમોશનલ થઈને સુશાંતે અંકિતાને જણાવ્યું હતું કે તેઓ આ રિલેશનશિપથી ખૂબ જ પરેશાન થઈ ચૂક્યો છે. તે આને ખતમ કરવા માંગે છે. કારણ કે રિયા ચક્રવર્તી તેને ખૂબ જ પરેશાન કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંકિતાએ પોતાની આ ચેટમાં બિહાર પોલીસ સાથે શેર કરી છે. આ ઉપરાંત રિયા ચક્રવર્તી અને સુશાંતની પણ ચેટને બિહાર પોલીસ સાથે શેર કરી હતી. પરંતુ આ આધાર ઉપર બહિરા પોલીસ પોતાની તપાસ કરીને વધારે પુરાવા ભેગા કરી રહી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાની બીમારીના લીધે પરિવારે ઓનલાઈન અભ્યાસની ના પાડી, 16 વર્ષની સગીરાએ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-1 ઓગસ્ટથી લાગુ થશે Unlock-3.0, જાણો શું ખુલશે અને શું રહેશે બંધઆ પણ વાંચોઃ-બાહુબલીના ડાયરેક્ટર SS રાજમૌલીને થયો કોરોના, ઘરે જ થયા ક્વોરન્ટાઈન

14 જૂને મુંબઈમાં પોતાના ઘરમાં સુશાંતે કરી હતી આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે 14 જૂન 2020ના દિવસે સુશાંત સિંહ રાજપુત પોતાના બાન્દ્રા સ્થિત ઘર ઉપર મૃત મળ્યો હતો. તેમણે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેમની પાસેથી કોઈ સૂસાઈડ નોટ મળી ન હતી. આ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે આ મામલે રાજપૂત પરિવારના સભ્યો, રસોઈયો, બોલિવૂડ હસ્તીઓ સંજય લીલા ભંસાલી, ફિલ્મ સમીક્ષક રાજીવ મસંદ, અભિનેત્રી સંજના સાંધી, તેમની મહિલા મિત્ર રિયા ચક્રવર્તી, કાસ્ટિંગ નિર્દેશ શાનૂ શર્મા ફિલ્મકાર મુકેશ છાબડા અને યશરાજ ફિલ્મના આદિત્ય ચોપડા સહતિ 40 લોકોના નિવેદન નોંધ્યા છે.
Published by: ankit patel
First published: July 29, 2020, 11:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading