SSR Death: જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા

SSR Death: જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા
ફાઈલ તસવીર

જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે આ મામલે રિયા ચક્રવર્તી છેલ્લી સાક્ષી અને આરોપી પણ છે. પહેલા જે હાલતમાં સુશાંતની મેનેજર દિશા સાલયાનનું મોત થયું હતું.

  • Share this:
    પટનાઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં એક તરફ બિહાર પોલીસે પોતાની તપાસ તેજ કરી છે. તો મુંબઈ પોલીસનો (Mumbai Police) અસહયોગ વલણના કારણે બિહારની રાજનીતિ ગરમાઈ છે. સુશાંત સિંહ રાજપૂત મામલામાં તપાસ માટે મુંબઈ ગયેલી આઈપીએસ (IPS) અધિકારી વિનય તિવારીને (Vinay Tiwari) બીએમસી દ્વારા ક્વોરન્ટાઈન ક્વોરન્ટાઈન કરાયા બાદ ચારે બાજુ આલોચના શરુ થઈ ગઈ છે. આ વચ્ચે તપાશને લઈને જેડીયુ (JDU) પ્રવક્તા રાજીવ રંજનને (Rajeev Ranjan) ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

    જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે આ મામલે રિયા ચક્રવર્તી (Riya Chakraborty) છેલ્લી સાક્ષી અને આરોપી પણ છે. પહેલા જે હાલતમાં સુશાંતની મેનેજર દિશા સાલયાનનું મોત થયું હતું. ત્યારબાદ મુંબઈ પોલીસે આખા મામલો અભરાઈએ ચડાવી દીધો છે.



    દિશા બાદ, સુશાંતની હત્યા થઈ અને મામલામાં એકમાત્ર સાક્ષી રિયા ચક્રવર્તી બચી છે. રાજીવ રંજને કહ્યું કે આ મામલે શામેલ શંકાસ્પદ રિયા ચક્રવર્તીની હત્યા થઈ શકે છે. એટલા માટે રિયાએ પોતાનું નિવેદન કોર્ટમાં નોંધાવવું જોઈએ.

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રૂ. 2500 માટે ચોકીદારને લૂંટ્યો, વિરોધ કરતા 6 લૂંટારુઓએ પત્ની-પુત્રી સાથે કર્યો ગેંગરેપ

    આ પણ વાંચોઃ-OMG! વ્યક્તિનું ગુપ્તાંગ શરીરથી અલગથી નીચે પડ્યું, ડોક્ટરોએ હાથ ઉપર વિકસાવ્યું નવું લિંગ

    આ પણ વાંચોઃ-એક જ હુક્કાથી ફેલાયો Coronavirus, અત્યાર સુધી 24 લોકો મળ્યા પોઝિટિવ, એકના મોત બાદ ગામ સીલ

    મુંબઈ પોલીસના કારનામાથી વધ્યો રાજકીય ગરમાવો
    આઈપીએસ અધિકારીને ક્વોરન્ટાઈન કર્યા બાદ બિહારની રાજકીય દુનિયામાં ઘમાસાન મચી ગયું છે. બીજેપી, જેડીયુ સહિત તમામ વિપક્ષી નેતાઓએ આની આલોચના કરી છે. બીજેપી નેતા સંજય મયૂખે કહ્યું કે મુંબઈ પોલીસ જેવી કાર્યવાહી કરી રહી છે શરમજનક છે. બિહાર સરકારે વાયદો કર્યો છે આ મામલે કોઈપણ મોટા ચહેરાઓ કેમ ન હોય તેના ઉપર કાર્યવાહી હશે.

    આરજેડી નેતા મૃત્યુજય તિવારીએ આને બિહારની અસ્મિતાથી જોડીને બિહારનું અપમાન છે. કોઈપણ રાજ્યની પોલીસ આવું વ્યવહાર કરતી નથી. બિહારના સીએમને મોડું કર્યા વગર સીબીઆઈ તપાસ કરાવે.
    Published by:ankit patel
    First published:August 03, 2020, 18:30 pm

    ટૉપ ન્યૂઝ