સુશાંત સિંહ રાજપૂતની વરસી પહેલાં બહેન થઇ ભાવૂક, જૂન આખો ભાઇને અલગ રીતે કરીશ યાદ

shwetasinghkirti/Instagram

સુશાંત સિંહ રાજપૂત (Sushant SinghRajput)ને દુનિયાથી ગયે એક વર્ષ થવા આવ્યો. પણ એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે તેનાં ઘરવાળા, મિત્રો કે ફેન્સ તેને યાદ ન કર્યો હોય. બહેન શ્વેતા સિંહ કીર્તી (Shweta Singh Kirti) આખો જૂન મહિનો એકાંતમાં ભાઇને યાદ કરવાની છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિ (Shweta Sigh Kirti)એ બુદ્ધ પૂર્ણિમાનાં સમયે એક જાહેરાત કરી છે. સુશાંતે ગત વર્ષે 14 જૂનનાં દુનિયાને અલવિદા કહી દીધુ હતું. આજે તેની ડેથ એનિવર્સરીમાં કેટલાંક દિવસો બાકી છે. એક્ટરની યાદોને કોઇ ભૂલી નહીં શકે. કોઇને કોઇ બહાને સુશાંત દરરોજ યાદ કરે છે. ભાઇનાં ગયાનું દુખ ભુલાવવું સહેલું નથી. તેથી શ્વેતાએ જૂનનો આખો મહિનો તેનાં ભાઇનાં નામે ડેડીકેટ કરવાનો નિર્ણય લીધો ચે. તેની માહિતી બુદ્ધ પૂરાણિમાએ પાવન અવસર પર સોશિયલ મીડિયા પર આપી છે.

  શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિવર અને ઇન્સ્ટાગ્રામ પર ભાઇ સુશાંત સિંહ રાજપૂત અને ભગવાન બુદ્ધનો ફોટો શેર કરી તેની પ્લાનિંગ અંગે જણાવ્યું છે. ટ્વિટ કરી શ્વેતાએ લખ્યું છે, 'હું જૂનનો આખો મહિનો પર્વત પર એકાંતવાસ પર જઇ રહી છું. ત્યાં ઇન્ટરનેટ અને સેલની સુવિધા નહીં હોય. ભાઇનાં નિધનને એક વર્ષ તેની મધુર યાદોની સાથે શાંતમાં વિતાઇશ. તેનું શરીર ભલે જ એક વર્ષ પહેલાં છોડી ગયુ પણ જે વેલ્યૂઝ માટે તે ઉભો હતો, તે આજે પણ છે.. બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભેચ્છાઓ.'  ઇન્સ્ટાગ્રામ પર પણ શ્વેતાએ પોસ્ટ કર્યું તો લોકોએ તેને સાહસ અને સંબલ આપનારી કમેન્ટ કરતાં દિવંગત એક્ટર માટે પ્રેમ જતાવ્યું હતું.


  આપને જણાવી દઇએ કે, 14 જૂન 2020નાં સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેનાં નિવાસ સ્થાન પર પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતનાં મોત બાદ ઘણો સમય સુધી વિવાદ ચાલ્યો. બોલિવૂડની ગલીઓની ઘણી અનસુની કહાની સામે આવી. સુશાંતની આત્મહત્યાને નેપોટિઝમથી લઇ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલાં ડ્રગ્સનો પરદાફાશ થયો હતો. સુશાંતનાં નિધન બાદ પિતા અને બહેનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણાં સવાલ ઉઠાવ્યાં હતાં. લાંબા સમય સુધી પૂછપરછ પણ તેમની ચાલી હતી. રિયાને મુખ્ય આરોપી ગણાવતા NCBએ તેની ધરપકડ પણ કરી હતી. જોકે, બાદમાં તેને જામીન મળી ગયા હતાં.

  જોકે, સુશાંત સિંહ રાજપૂતનાં નિધનનાં એક વર્ષ થવાનું છે, છતાં CBIએ તેમની ફાઇનલ રિપોર્ટ સબમિટ કરી નથી.
  Published by:Margi Pandya
  First published: